
સરકારને ફંડ આપવાનો પ્રસ્તાવ સેનેટમાં ૬૦-૪૦થી પસારઅમેરિકામાં ઐતિહાસિક ૪૦ દિવસનું શટડાઉન હવે ખતમ થવાના સંકેતશટડાઉનમાં કાઢી મૂકાયેલા કર્મચારીઓને પાછા લઈ બાકીનો પગાર અપાશે : ટ્રમ્પ સરકારને ૩૦ જાન્યુ. સુધીનું ફન્ડિંગ મળશઅમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ૪૦ દિવસના શટડાઉનનો અંત નજીક આવી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકન મીડિયા મુજબ કમસેકમ આઠ સેનેટરોનું એક ગુ્રપ અને સેનેટના જીઓપી નેતાઓ તથા વ્હાઉટ હાઉસની વચ્ચે શટડાઉન ખોલવા એક ડીલ થઈ ગઈ છે. તેના બદલામાં ભવિષ્યમાં એન્હાન્સ્ડ એફોર્ડેબલ કેર સબસિડી વધારવા પર વોટિંગ થશે. અમેરિકન સંસદ અને ટ્રમ્પ સરકાર વચ્ચે ગજગ્રાહના પગલે લાગુ થયેલું શટડાઉન હવે ખતમ થવાની શક્યતા છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે સમાધાન થયું છે. આ સમાધાન ગત સપ્તાહના અંતમાં ડેમોક્રેટિક સેનેટર જીન ચાટીન અને મૈંગી હસને (ન્યુ હેમ્પશાયર) રીપબ્લિકન નેતા જહોન ટયુન અને વ્હાઇટ-હાઉસના પ્રતિનિધિઓએ સાથે મળીને તૈયાર કર્યું છે. ઓછામાં ઓછા ૮ ડેમોક્રેટ સેનેટર્સે પોતાની પાર્ટી-લાઇનથી હઠીને તે બિલને સમર્થન આપ્યું છે. તેમની મદદથી તે બિલ સેનેટમાં ૬૦ મતથી પસાર થયું છે. જાેકે ડેમોક્રેટ નેતા ચક શુમરે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેઓએ કહ્યું છે કે, આ વિધેયક, સ્વાસ્થ્ય સેવાઓ, (હેલ્થ કેર) અંગેની કેટલીક મુશ્કેલીઓ ખાસ કરીને ‘એફોર્ડેબલ કેર એક્ટ‘ની સબસીડી જેવા મુદ્દાઓ નજર અંદાજ કરે છે.
આ બિલમાં મહત્વની કલમ તે છે કે, તેમાં ‘શટ-ડાઉન‘ દરમિયાન ‘ઘરે બેસાડી દીધેલા‘ કર્મચારીઓને પાછા સેવામાં લેવા પડશે તે સાથે ફૂડ-સ્ટેમ્પ-પ્રોગ્રામને વિત્ત વર્ષ ૨૦૨૬ સુધી ફંડ આપવાનું વચન અપાયું છે. તેથી ઓછી આવકવાળા લાખ્ખો કુટુમ્બોને રાહત મળશે.
રીપબ્લિકન નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે ડીસેમ્બરનાં બીજા સપ્તાહ સુધી તો આરોગ્ય સેવાઓ સાથે સંલગ્ન સબસીડી અંગે એક અલગ વિધેયક તૈયાર કરાવી તેની ઉપર મતદાન કરશે. આ વિધેયક વિષે ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન નેતાઓ વચ્ચે સંસદ ફરી શરૂ થશે ત્યારે વાતચીત થશે.સેનેટે સરકારના ફંડ કરવા માટે સમાધાનના પ્રસ્તાવની તરફેણમાં ૬૦-૪૦થી મતદાન કર્યુ છે. તેના પછી હવે પછીનું મતદાન એફોર્ડેબલ કેર એક્ટ ટેક્સ ક્રેડિટ માટે થવાનું છે, જે પહેલી જાન્યુઆરીના રોજ એક્સ્પાયર થઈ રહી છે. હવે જાે ડેમોક્રેટ્સ તેમા વાંધો ઉઠાવે તો શટડાઉન ખૂલવામાં વાર લાગી શકે છે.
ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનોના એક ગુ્રપે સરકારને ૩૦ જાન્યુઆરી સુધી ફંડિંગ ચાલુ રાખવા પર સંમતિ સાધી છે. ડીલ હેઠળ કેટલાક મહત્ત્વના વિભાગોને આખા વર્ષ માટે ફંડિંગ મળી જશે. તેમા કૃષિ વિભાગ, અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, વેટરન્સ અફેર્સ વિભાગ અને લશ્કર માટે ચાલતા પ્રોજેક્ટ્સ સામેલ છે. તેની સાથે અમેરિકન કોંગ્રેસના સંચાલનનો ખર્ચ પણ આ ફંડિંગથી કવર થશે. અહીં સરકારના બાકી બધા વિભાગો અને એજન્સીઓને ૩૦ જાન્યુઆરી સુધી અસ્થાયી ફંડિંગ પૂરુ પાડવામાં આવશે, જેથી તેનું કામકાજ અટક્યા વગર જારી રહે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને સેનેટર ચક શુમરના નેતૃત્વમાં ડેમોક્રેટ્સે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમા એફોર્ડેબલ કેર એક્ટની સબસિડી ઓછામાં ઓછા એક વર્ષ માટે વધારવાની વાત હતી. પ્રારંભમાં તો રિપબ્લિકન પાર્ટીના સભ્યો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ પર વિચારવાનો પણ ઇન્કાર કર્યો હતો, પરંતુ હવે સંકેત મળી રહ્યા છે કે રિપબ્લિકન એક ફાઇનાન્સિયલ પેકેજ પર કામ કરી રહ્યા છે, તેના કારણે પણ શટડાઉન ખતમ કરવામાં મદદ મળશે.




