Pakistan: પાકિસ્તાનમાં આર્થિક સંકટનો સમયગાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન થરુશામાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં પૈસાના અભાવે પિતા પોતાની પુત્રીની સારવાર કરાવી શક્યા નહોતા, જેના કારણે તેમણે પોતાની 15 દિવસની પુત્રીને જીવતી દફનાવી દીધી હતી. પોલીસે આરોપી પિતાની ઓળખ તૈયબ તરીકે કરી છે. આરોપી પિતાએ આર્થિક સંકડામણને ટાંકીને આરોપ સ્વીકારી લીધો હતો.
આરોપીએ જણાવ્યું કે નવજાત શિશુને દફનાવતા પહેલા તેણે બોરીમાં રાખ્યું હતું. તૈયબ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓએ કહ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ, બાળકના શરીરને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા દ્વારા ફોરેન્સિક તપાસ માટે ખોલવામાં આવશે.
અન્ય એક ઘટનામાં, લાહોરના ડિફેન્સ બી વિસ્તારમાં પતિ-પત્નીએ 13 વર્ષની ઘરેલું સહાયક સાથે દુર્વ્યવહાર કર્યો. આરોપીઓએ નોકરાણીના કપડા કાઢી નાખ્યા અને તેની સાથે મારપીટ પણ કરી. પીડિતાની માતાએ આરોપી હાસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે હાસમની અટકાયત કરી હતી. તેની પત્નીને પકડવાના પ્રયાસો ચાલુ છે.
એફઆઈઆર મુજબ, પીડિતા તહરીમનું સતત શારીરિક શોષણ થતું હતું. ચોરીની આશંકાથી તેના કપડા કાઢી નાખવામાં આવ્યા હતા અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. પીડિતાની માતાએ જણાવ્યું કે તેની પુત્રીને હાથ અને નાકમાં ફ્રેક્ચર થયું છે. પોલીસ અધિક્ષક (એસપી) કેન્ટે ખાતરી આપી હતી કે આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોને ન્યાય અપાશે.