
શૂટિંગ દરમિયાન સર્જાઈ હતી મેડિકલ ઈમરજન્સી.સ્ટાર કોમેડિયન ભારતી સિંહે દીકરાને આપ્યો જન્મ.સ્ટાર કોમેડિયન ભારતી સિંહ બીજીવાર માતા બની છ.ભારતની સ્ટાર કોમેડિયન ભારતી સિંહના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. ૪૧ વર્ષીય ભારતી સિંહે દીકરાને જન્મ આપ્યો છે. ૧૯ ડિસેમ્બર અને શુક્રવારે ભારતી એ દીકરાને જન્મ આપ્યો.
જાણવા મળતી માહિતી અનુસાર ભારતી સિંહ લાફ્ટર શેફના એપિસોડનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન મેડિકલ ઇમરજન્સી સર્જાઇ હતી ત્યાર પછી તુરંત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેણે દીકરાને જન્મ આપ્યો.
ભારતી સિંઘ પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત એક્ટિવ જાેવા મળી હતી તાજેતરમાં તે લાફ્ટર શેફ શોનું શૂટિંગ કરી રહી હતી જે દરમિયાન ૧૯ ડિસેમ્બર અને શુક્રવારે તેના દીકરાને જન્મ આપ્યો. ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયાને એક દીકરો છે અને હવે ફરીથી તેઓ દીકરાના માતા પિતા બન્યા છે. જાેકે બીજી પ્રેગ્નન્સી વખતે હર્ષ લીમ્બાચીયા અને ભારતી સિંહ ઇન્ટરવ્યૂમાં પણ જણાવી રહ્યા હતા કે તેમને દીકરી થાય તેવી ઈચ્છા છે.
ભારતી સિંહની ડિલિવરી અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભારતી સિંહ ટીવી શો લાફ્ટર શેફના શુટિંગ માટે રેડી થઈ રહી હતી પરંતુ તે સમયે જ તેનું વોટરબેગ બ્રેક થઈ ગયું અને તેને ઇમર્જન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. ડિલિવરી સમયે ભારતીસિંહ સાથે હર્ષ લીમ્બાચીયા પણ હોસ્પિટલમાં હાજર હતા. ભારતી અને હર્ષને પહેલાથી જ એક દીકરો છે જેનું નામ લક્ષ્ય છે અને તેને લોકો ગોલા તરીકે ઓળખે છે. તેમણે પોતાના બીજા સંતાન માટે લાડકુ નામ કાજુ જાહેર કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયાએ તેમની બીજી પ્રેગ્નન્સીની ઘોષણા ફેમિલી ટ્રીપ દરમ્યાન સ્વિટ્ઝરલેન્ડમાં કરી હતી. થોડા સમય પહેલા જ તેમણે મેટરનીટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને બેબી શાવરનું આયોજન પણ થયું હતું જેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.. ભારતી સિંહ પ્રેગ્નન્સી દરમિયાન પણ ટીવી શો, પોડ કાસ્ટ અને બ્લોગમાં સતત એક્ટિવ જાેવા મળી હતી.




