યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સલાહકારે દાવો કર્યો છે કે યુક્રેન પર કોઈપણ સંભવિત શાંતિ વાટાઘાટો પહેલા અમેરિકાએ તેની સ્થિતિ નબળી પાડી દીધી છે અને રશિયાને રાજદ્વારી નેતૃત્વ સોંપી દીધું છે. ઝેલેન્સકીના સલાહકાર મિખાઇલો પોડોલ્યાકે સાઉદી અરેબિયામાં ટોચના યુએસ અને રશિયન રાજદ્વારીઓ વચ્ચેની બેઠક બાદ આ દાવો કર્યો હતો. પોડોલ્યાકની આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ માટે કિવને જવાબદાર ગણાવ્યાના એક દિવસ બાદ આવી છે.
અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત થઈ છે
યુક્રેન અને તેના યુરોપિયન સાથીઓ વિના, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચેની વાતચીત યોજાઈ છે. પોડોલ્યાકે કહ્યું, “શા માટે સાર્વભૌમત્વ એવા દેશને સોંપવું જોઈએ જે આક્રમક છે, આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે અને યુક્રેન સામેના હુમલાઓ માટે જવાબદાર છે?” તેમણે કહ્યું, “અમે હજુ પણ આ વ્યૂહરચના સમજી શક્યા નથી.”

‘યુક્રેનને માહિતી આપવામાં આવી નથી’
પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આગામી વાટાઘાટો કે તેના પરિણામ વિશે જાણ કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું, “મને એ વિચિત્ર લાગે છે કે યુએસ વહીવટ ‘શક્તિ દ્વારા શાંતિ’ ના ખ્યાલને પ્રોત્સાહન આપી રહ્યો છે.”
‘ઝેલેન્સ્કીએ ચૂંટણીનો સામનો કરવો જ પડશે’
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયાના દાવાઓનો પડઘો પાડ્યો હતો કે ઝેલેન્સકીએ ગયા વર્ષે તેમનો કાર્યકાળ પૂરો થયા પછી ચૂંટણીનો સામનો કરવો જોઈએ, જ્યારે યુક્રેને તેના બંધારણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન ચૂંટણીઓ યોજી શકાતી નથી. યુએસ રાષ્ટ્રપતિએ ફરીથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઝેલેન્સકી “ચૂંટણી વિનાના સરમુખત્યાર” છે.