
વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા!.હવે ઊંટના લોહીથી પણ સાપનું ઝેર ઉતરી જશે.બિકાનેરની સરદાર પટેલ મેડિકલ કોલેજનું સ્ઇેં યુનિટ છેલ્લા ૧૫ વર્ષથી સાપના ઝેર પર સંશોધન કરી રહ્યું છે.બિકાનેરના વૈજ્ઞાનિકોએ સર્પદંશની સારવારના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. બિકાનેરની સરદાર પટેલ મેડિકલ કોલેજ અને જાેધપુરની છૈંૈંસ્જીની સંયુક્ત ટીમે ઊંટના લોહીમાંથી એન્ટી-સ્નેક વેનમ (સાપનું ઝેર ઉતારનાર રસી) સફળતાપૂર્વક બનાવ્યું છે. આ સિદ્ધિ જીવનરક્ષક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ગ્રામીણ ભારત માટે, જ્યાં દર વર્ષે હજારો લોકોને સાપ કરડવાથી મોત મળે છે.
સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિકોના મતે, ભારતમાં દર વર્ષે આશરે ૫૦,૦૦૦ લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે, જેમાં ખેડૂતો અને ખેતમજૂરો સૌથી વધુ હોય છે. હાલમાં, સર્પદંશની સારવાર માટે વપરાતું એન્ટી- સ્નેક વેનમ ઘોડાના લોહીમાંથી બનાવવામાં આવે છે, જે ઘણીવાર દર્દીઓમાં એલર્જીની પ્રતિક્રિયાઓ અને ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, વૈજ્ઞાનિકોએ ઊંટના લોહી પર આધારિત એન્ટી- સ્નેક વેનમ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
અહેવાલ અનુસાર, યુનિટ નોડલ ઓફિસર ડૉ. સંજય કૌચરના જણાવ્યા પ્રમાણે, ઊંટના શરીરમાં હાજર ખાસ એન્ટિબોડીઝ સાપના ઝેરને વધુ અસરકારક રીતે નિષ્ક્રિય કરી શકે છે, જેનાથી આડઅસરોનું જાેખમ ઓછું થાય છે.
સંશોધનના ભાગ રૂપે, ઊંટના શરીરમાં નિયંત્રિત માત્રામાં સાપના ઝેરનું ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું, અને પછી તેના લોહીમાંથી સાપના ઝેર વિરોધી રસી તૈયાર કરવામાં આવી હતી. આ દવાનું ઉંદર પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં કોઈ ગંભીર આડઅસર જાેવા મળી ન હતી. આ સકારાત્મક પરિણામોને પગલે, હવે માનવો પર ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર સંશોધન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ-ક્લિનિકલ ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. નિષ્ણાતો માને છે કે, જાે માનવ પરીક્ષણો પણ સફળ થાય છે, તો ઊંટના લોહીમાંથી બનેલું આ રસી સાપ કરડવાની સારવાર માટે સલામત, સસ્તું અને અસરકારક વિકલ્પ બની શકે છે, અને ભવિષ્યમાં હજારો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




