
રોહિત શેટ્ટીએ બિગ બોસમાં ગેંગસ્ટરોને આપી ચેતવણી બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી રોહિત શેટ્ટીએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યાે રોહિત શેટ્ટીએ સ્પર્ધકોને સંભળાવી ખરીખોટી, કહ્યું અમારા ઘર પર ગોળીઓ ચાલે છે અને તમે ગેંગસ્ટર બનો છો? આ વખતે સલમાન ખાનના નહીં હોવાથી ‘વીકેન્ડ કા વાર’ એપિસોડને હોસ્ટ કરતા, રોહિત શેટ્ટીએ કન્ટેસ્ટન્ટ સ્કાઉટ ઓપી, આસિફ અને યંગ ડીએસએની આલોચના કરી, કારણ કે તે એક ગ્રુપ બનાવીને વારંવાર સાથી કન્ટેસ્ટન્ટ કાઝી તૌકીરને નિશાન બનાવી રહ્યા હતા.તેમણે ઘરની અંદર કન્ટેસ્ટન્ટ્સના વર્તન પર સવાલ ઉઠાવ્યા. અસલમાં યંગ ડીએસએએ કાઝી તૌકીરની ઉંમર પર સવાલ ઉઠાવ્યો હતો. આવાત પર રોહિત શેટ્ટીએ સલમાન ખાનનો ઉલ્લેખ કર્યાે. રોહિત શેટ્ટીએ કહ્યું, ‘આ શોને હોસ્ટ કરનારની ઉંમર ૬૦ વર્ષની છે, હું ખુદ ૫૨નો છું.’ આ પછી તેમણે તેની સરખામણી ફિલ્મ હસ્તીઓ સાથે અસલી જીવનમાં થયેલી ગોળીબારની ઘટનાઓ સાથે કરી. રોહિત શેટ્ટીએ કહ્યું, ‘અહીં આપણા ઘર પર ગોળીઓ ચાલી રહી છે, અને તમે લોકો ગેંગસ્ટર બનીને ફરી રહ્યા છો?’જણાવી દઈએ કે ૧ ફેબ્રુઆરીએ વહેલી સવારે મુંબઈમાં રોહિત શેટ્ટીની રહેણાંક ઇમારતના પહેલા માળે પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું. બાદમાં, મુંબઈ પોલીસે આ ઘટના સાથે જાેડાયેલા ઘણા શંકાસ્પદોની ધરપકડ કરી હતી.તાજેતરમાં, ટાઇગર શ્રોફને પણ ગોળીબારની એક ઘટનામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના ૧૮ ઓક્ટોબરે સાંજની આસપાસ ૭ વાગ્યે જુહુ વિસ્તારમાં થઈ હતી, જ્યારે અભિનેતા એક ફૂટબોલ ક્લબમાંથી બહાર નીકળી રહ્યો હતો. હુમલાખોરોએ તેની કાર પર ગોળીઓ ચલાવી હતી, જેમાં ટાઇગરનો બચાવ થયો હતો.તપાસમાં જાણ થઈ છે કે અંધેરીની જે હોટલના રૃમમાં ત્રણ મુખ્ય આરોપી રોકાયા હતા, તેને અધિકારીઓએ સીલ કરી દીધી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું હુમલાખોરોએ ઘટના પહેલા કોઈ જગ્યા પર ગોળીબારનો અભ્યાસ કર્યાે હતો. આ આખા મામલામાં અત્યાર સુધી ૧૦ લોકોની ધરપકડ થઈ ગઈ છે.




