
બિગ બોસ બાંગ્લામાં સ્પર્ધકોનો રોમાન્સ ચર્ચામાં સૌરવ ગાંગુલીના શોમાં રાજવીર-નંદિનીની હરકતોથી મચ્યો હોબાળો કેમેરા સામે વારંવાર લિપલોક કરતાં સૌરવ ગાંગુલી ગુસ્સે ભરાયા, સ્પર્ધકોને આપી છેલ્લી ચેતવણી આ તો હદ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીના રિયાલિટી શો ‘બિગ બોસ બાંગ્લા’માં સ્પર્ધકોએ તમામ સીમાઓ વટાવી દીધી છે. કન્ટેસ્ટન્ટ્સ ૧૫૦-૨૦૦ કેમેરાઓની સામે ખુલ્લેઆમ ઇન્ટિમેટ થઈ ગયા. ફેમિલી શોમાં આ રીતે ઇન્ટિમેટ થવા પર સૌરવ ગાંગુલીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. તેમણે સ્પર્ધકોને ચેતવણી આપી દીધી છે.નકશા જુઓસૌરવ ગાંગુલીના ‘બિગ બોસ બાંગ્લા’માં સ્પર્ધકો રાજવીર અને નંદિનીએ ભૂલી ગયા કે તેઓ એક રિયાલિટી શોમાં છે, જ્યાં ખૂણે-ખૂણે કેમેરા લાગેલા છે. રાજવીર અને નંદિની ઘણી વખત ખુલ્લેઆમ કેમેરા પર ઇન્ટિમેટ થતાં જાેવા મળ્યા. બંને ક્યારેક એકબીજાને ભેટતા નજરે પડ્યા તો ક્યારેક એકબીજાને લિપલોક કરતા જાેવા મળ્યા.ફેમિલી શોમાં રોમાન્સ કરવા અને ઇન્ટિમેટ થવા પર સૌરવ ગાંગુલી ભડકી ગયા. તેમણે સ્પર્ધક રાજવીર અને નંદિનીને ચેતવણી આપી દીધી. સૌરવ ગાંગુલીને આ રીતે ગુસ્સામાં જાેઈને સૌ કોઈ હેરાન રહી ગયા.સોશિયલ મીડિયા પર ‘બિગ બોસ બાંગ્લા’ના સ્પર્ધકોની ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં બંને હદ વટાવીને ઇન્ટિમેટ થતાં નજરે પડી રહ્યા છે. ‘બિગ બોસ બાંગ્લા’માં લિમિટ ક્રોસ થતી જાેઈને લોકોનું કહેવું છે કે સલમાન ખાનના શોમાં લવ ગિલ અને સ્કાઉટ ઓપીનો રોમાન્સ તો એમની સામે કંઈ જ નથી.




