
આમિર ખાન હતા શૂટરોના અસલી નિશાન આમિર નહીં મળતાં શૂટરોએ ટાઈગર શ્રોફને બનાવ્યા નિશાન લોરેન્સ ગેંગના શૂટરોએ આમિરના બંગલાની ત્રણ વાર રેકી કરી, બાદમાં ટાઈગર પર હુમલો કર્યાે મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા હુમલાની તપાસ કરી રહેલી પોલીસને એક મોટુ સિગ્નલ મળ્યું છે. પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યાે છે કે ૨૦ સપ્ટેમ્બરે હરિયાણાથી મુંબઈ આવેલા શૂટરોનું અસલી નિશાન આમિર ખાન હતા.લોરેન્સ ગેંગના ઈશારે મુંબઈ પહોંચેલા શૂટરોએ આમિર ખાનના ઘરની ત્રણ વાર રેકી કરી હતી, પરંતુ શૂટિંગ અને સુરક્ષાના કારણે આમિર સુધી પહોંચવું મુશ્કેલ હતું.ત્યારબાદ, સરળતાથી મળી રહેવાને કારણે શૂટરોએ ટાઈગર શ્રોફને પોતાનું નિશાન બનાવ્યો. ટાઈગર અવારનવાર જુહુના પાર્કમાં ફૂટબોલ રમવા આવતા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ ગેંગે જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો ક્લિપ દ્વારા આમિર ખાનને ધમકી આપી હતી.ધમકીમાં આમિર અને ગૌરી સ્પ્રેટના લગ્નને સનાતન ધર્મની વિરુદ્ધ ગણાવવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં પાઠ ભણાવવાની વાત કહેવામાં આવી હતી.સલમાન ખાનની કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે તેમના સુધી પહોંચવું અશક્ય હતું, તેથી ગેંગે આમિર ખાનને પોતાનો મુખ્ય ટાર્ગેટ બનાવ્યો હતો.અહેવાલો મુજબ, ૨૦ સપ્ટેમ્બરે મુંબઈ પહોંચેલા શૂટરોએ બાંદ્રા સ્થિત આમિર ખાનના ઘરની આસપાસ ત્રણ વાર રેકી કરી હતી. જાેકે, આમિર ખાન મોટાભાગનો સમય ફિલ્મોના શૂટિંગના કામે બહાર રહેતા હતા અથવા તો ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળતા નહોતા.ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ્યારે હુમલાખોરોને આમિર પર હુમલો કરવો શક્ય ન લાગ્યો, ત્યારે તેમણે અંધેરીમાં ટાઈગર શ્રોફ પર નજર રાખવાનું શરૃ કરી દીધું હતું.તપાસમાં સામે આવ્યું છે કે શૂટરોએ અભિનેતાઓના ઘરોનું સરનામું અને લોકેશન જાેવા માટે ¹ ૩,૦૦૦માં એક કેબ ભાડે લીધી હતી. તેમણે બાંદ્રા અને અંધેરીમાં અનેક સિતારાઓના ઘરોની આસપાસ આંટાફેરા કર્યા હતા.શૂટરોએ અંધેરીમાં ત્રણ વાર પોતાની હોટેલ બદલી હતી અને ૧૪થી ૧૮ ઓક્ટોબર દરમિયાન ‘આર આર રેસિડેન્સી’ હોટેલમાં રોકાયા હતા. ૧૮ ઓક્ટોબરની સાંજે જ્યારે ટાઈગર શ્રોફ જુહુના પુષ્પા નરસી પાર્કમાં ફૂટબોલ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની કાર પર ઉપરાછાપરી ગોળીબાર કર્યાે હતો.




