
વિરાટ-અનુષ્કાનો ભક્તિમાં રંગાયેલો અંદાજ મુંબઈના કીર્તનમાં વિરાટ-અનુષ્કાએ તાળી વગાડી ભજનો ગાયાં કૃષ્ણા દાસના ભક્તિમય કાર્યક્રમમાં કપલ લીન બન્યું, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રવિવારે મુંબઈમાં અમેરિકન ગાયક અને સંગીતકાર કૃષ્ણા દાસના કીર્તનમાં સામેલ થયાં હતાં. આ દરમિયાન બંને ભક્તિમય સંગીતમાં લીન જાેવા મળ્યાં હતાં. કપલની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેનાં વખાણ પણ કરી રહ્યા છે.કીર્તન સ્થળેથી બંનેના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં અનુષ્કા અને વિરાટ એકબીજાની નજીક બેઠેલાં જાેવા મળી રહ્યાં છે. અનુષ્કા લાલ રંગના સૂટમાં પરંપરાગત અંદાજમાં જાેવા મળી હતી. જ્યારે વિરાટ ટી-શર્ટ અને પેન્ટમાં જાેવા મળ્યો હતો.વીડિયોમાં જાેઈ શકાય છે કે બંને ખૂબ જ ધ્યાનપૂર્વક કૃષ્ણા દાસનું કીર્તન સાંભળી રહ્યાં છે. એટલું જ નહીં, અનુષ્કા શર્મા તાળી પાડીને ભજનો પણ ગાતી જાેવા મળી હતી. બીજી તરફ, વિરાટ કોહલી થોડા સમય માટે કેમેરા તરફ જુએ છે અને ત્યારબાદ કીર્તનમાં ધ્યાન પરોવીને ભજન ગાવા લાગે છે.સોશિયલ મીડિયા પર સામે આવેલા અન્ય એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા કીર્તનમાં સામેલ થતાં પહેલાં મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચતાં પણ જાેવા મળ્યાં હતાં.જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલીવાર કૃષ્ણા દાસના કીર્તનમાં સામેલ થયાં નથી. જુલાઈ ૨૦૨૬માં બંને લંડનના યુનિયન ચેપલમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ પહોંચ્યાં હતાં. આ પહેલાં પણ આ કપલ ભારત અને વિદેશમાં અનેક આધ્યાત્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ ચૂક્યું છે.વિરાટ અને અનુષ્કાને નીમ કરોલી બાબામાં ઊંડી શ્રદ્ધા છે. બંને વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને મળવા માટે પણ અવારનવાર જાય છે.કૃષ્ણા દાસ અમેરિકન ભક્તિ ગાયક અને સંગીતકાર છે. તેઓ વર્ષ ૧૯૭૦માં ભારત આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેઓ નીમ કરોલી બાબાના નિકટના શિષ્ય અને ભક્ત બની ગયા હતા. તેમણે ભારતમાં ઘણાં વર્ષાે વિતાવ્યાં હતાં. આ દરમિયાન તેઓ ઉત્તરાખંડનાં પહાડોમાં આવેલા કૈંચી ધામ સહિત નીમ કરોલી બાબાના અનેક આશ્રમોમાં રહ્યા હતા.




