
શાહરૂખની જૂની લવ સ્ટોરીનો ચોંકાવનારો ખુલાસો ગૌરી ખુલ્લા વાળ રાખે કે સફેદ શર્ટ પહેરે તે શાહરૂખને પસંદ ન હતું શાહરૂખના પઝેસિવ સ્વભાવથી પરેશાન ગૌરીએ સંબંધ તોડવાની ચેતવણી આપી હતી, પછી લગ્ન કર્યાં બોલિવૂડના મોસ્ટ પૉપ્યુલર અને મનપસંદ કપલ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી વિશે તો સૌકોઈ જાણે છે, પરંતુ તેમના સંબંધોના શરૂઆતી દિવસોમાં કેટલાક એવા પણ કિસ્સા હતા જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એક સમય એવો પણ હતો જ્યારે શાહરૂખ ખાન પોતાની ગર્લળેન્ડ ગૌરીને લઈને અત્યંત પઝેસિવ અને ઇનસિક્યોર હતા. ખુદ અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યાે હતો કે તે દિવસોમાં તેઓ ગૌરીને ખુલ્લા વાળ રાખવા કે સફેદ શર્ટ પહેરવાની પણ મંજૂરી આપતા નહોતા.સિમી ગ્રેવાલના પ્રખ્યાત ટીવી શોમાં આ ખુલાસો કરતા શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, “હું ખૂબ જ પઝેસિવ હતો. મેં ગૌરીને સ્પષ્ટ કહી દીધું હતું કે જાે તું મારી ગર્લળેન્ડ છે, તો તારે ખુલ્લા વાળ રાખવા કે સફેદ શર્ટ પહેરવાની કોઈ છૂટ નથી.” શાહરૂખની આ કડકાઈ અને અતિશય પઝેસિવ સ્વભાવથી ગૌરી ખાન ભારે પરેશાન થઈ ગયા હતા અને વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે તેમણે શાહરૂખને સંબંધ તોડી નાખવાની ચેતવણી સુદ્ધાં આપી દીધી હતી.જૂની યાદો તાજી કરતા ગૌરી ખાને તે સમયે જણાવ્યું હતું કે બોયળેન્ડ તરીકે શાહરૂખ ખૂબ જ પરેશાન કરનારા હતા અને તેમની વિચારસરણી યોગ્ય નહોતી. આ બાબતે તેમણે શાહરૂખને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જાે તેઓ પોતાના વ્યવહારમાં સુધારો નહીં કરે, તો તેઓ ક્યારેય તેમને ફરી નહીં મળે. જાેકે, આ તમામ ઉતાર-ચઢાવ અને પડકારોને પાર કરીને આ જાેડીએ ૨૫ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ લગ્ન કરી લીધા અને આજે તેઓ ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.




