
કાર્તિક આર્યન દેશભક્તિ ફિલ્મમાં પહેલીવાર જાેવા મળશે વિવેક અગ્નિહોત્રી સાથે કાર્તિક આર્યનની ‘ઓપરેશન સિંદૂર’માં એન્ટ્રી લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોનના પુસ્તક પર આધારિત ફિલ્મમાં ભારતીય સેનાની કાર્યવાહી રજૂ કરાશે વિવેક અગ્નિહોત્રીએ તેમની આગામી ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ માટે હીરો તરીકે કાર્તિક આર્યનની પસંદગી કરી છે. કાર્તિક આર્યન અને વિવેક અગ્નિહોત્રીનું આ પહેલું કોલબરેશન હશે.આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ટાઇની ધિલ્લોનના પુસ્તક ‘ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇકસ ઇનસાઇડ પાકિસ્તાન’ પર આધારીત છે. અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે પહેલગામ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ કરેલાં જવાબી હુમલાની સ્ટોરી તેમના સહકારથી રજૂ કરવામાં આવશે.‘ભૂલભૂલૈયા ૩’ અને કબીર ખાનની ‘ચંદુ ચેમ્પિયન’ જેવી મનોરંજક ફિલ્મો કરનાર કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘નાગઝિલ્લા’ ફેબુ્રઆરીમાં રીલિઝ થવાની છે. અચાનક આ રાજકીય રંગ ધરાવતી મિલિટરી કાર્યવાહી પર આધારીત ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી આશ્ચર્યજનક બની રહી છે.




