
વાયરલ વીડિયો પર જેનિફર વિંગેટે મૌન તોડી સ્પષ્ટતા કરી જેનિફરે પરિણીતી સાથેના અણબનાવની અફવા ફગાવી કેક કટિંગના વીડિયો બાદ બંને વચ્ચે અણબનાવની ચર્ચા જાગી હતી, જેનિફરે અફવાઓને નકારી પ્રેમ વ્યક્ત કર્યાે અભિનેત્રી જેનિફર વિંગેટ અને પરિણીતી ચોપરા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. બંને અભિનેત્રીઓનો એક કેક કટીંગનો વીડિયો વાઇરલ થયા બાદ તેમના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ હતી. જાેકે હવે જેનિફર વિંગેટે આ ચર્ચાઓ પર પોતાનું મૌન તોડતા અણબનાવની અફવાઓને ફગાવી દીધી છે. તાજેતરમાં જ વેબ સીરિઝ Shaque: Trust No One ની સફળતાની ઉજવણી માટે કલાકારો અને ટીમના સભ્યો એકત્ર થયા હતા. આ પ્રસંગે કેક કટિંગ સહિતની ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. કાર્યક્રમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ જેનિફર વિંગેટ અને પરિણીતી ચોપરા વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ હતી. વીડિયોને લઈને વિવિધ અટકળો થવા લાગી અને બંને વચ્ચે બધુ બરાબર ન હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જાે કે માત્ર વાયરલ વીડિયો પરથી કોઈના સંબંધ વિષે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. વાયરલ વીડિયોને પગલે ઊભી થયેલી ચર્ચાઓ વચ્ચે જેનિફર વિંગેટે પરિણીતી ચોપરા સાથે અણબનાવ હોવાની અફવા ફગાવી દીધી છે. Shaque: Trust No One માં પરિણીતી ચોપરા અને જેનિફર વિંગેટ સહિત અનેક કલાકારોએ કામ કર્યું છે. સીરિઝની સફળતાની ઉજવણી દરમિયાનનો એક વિડીયો ચર્ચાનું કારણ બન્યો, પરંતુ જેનિફરની સ્પષ્ટતા બાદ આ મામલે ફેલાયેલી અફવાઓને હકીકત માની લેવી યોગ્ય નથી. આ સમગ્ર વિવાદને લઈને જેનિફર વિંગેટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “કૃપા કરીને એકબીજા પ્રત્યે દયાળુ બનો, નકારાત્મકતા ફેલાવવાનું બંધ કરો અને આ વાતને એવું સ્વરૂપ ના આપો જે અસલમાં છે જ નહીં. હું બસ એટલા માટે પાછળ હતી ગઈ હતી કારણ કે ત્યાં થોડીક જ જગ્યા હતી. પરીનું વર્તન મારા તરફ હંમેશા એકદમ સરસ અને પ્રેમભર્યું જ રહ્યું છે. અમારા બંને વચ્છે બહુ પ્રેમ છે. અમે એક ટીમ છે અને એક-બીજાને નીચા દેખાડ્યા વગર બધાની પાસે ચમક્વા માટે ઘણી જગ્યા છે. ધન્યવાદ!”




