
ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ પીડિતોના સંપૂર્ણ રુપિયા બેન્કમાંથી અપાવવા માટેની વ્યવસ્થા બનાવો ફ્રોડના કિસ્સામાં ખાલી ગુનેગારો જ નહીં, પણ બેન્કોના કર્મચારીઓની બેદરકારી અને બેન્કોની નિષ્ક્રિયતાની પણ તપાસ થવી જાેઈએ
ડિજિટલ અરેસ્ટ દ્વારા થતા સાયબર ફ્રોડ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે, આવા ફ્રોડના કિસ્સામાં ખાલી ગુનેગારો જ નહીં, પણ બેન્કોના કર્મચારીઓની બેદરકારી અને બેન્કોની નિષ્ક્રિયતાની પણ તપાસ થવી જાેઈએ. એવી વ્યવસ્થા બનાવવી જાેઈએ, જેમાં બેન્કની જરૂરી તપાસમાં બેદરકારીના કારણે ફ્રોડ થવા પર પીડિતને તેના ખાતામાંથી ઉપાડવામાં આવેલી આખી રકમ પાછી મળે.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ત્રણ જજાેની બેન્ચે ડિસેમ્બરમાં લાગુ થનારા RBI ના પ્રસ્તાવિત નવા KYC સંશોધન નિર્દેશોની પણ સમીક્ષા કરવાની વાત કહી છે. કોર્ટે કહ્યું કે, રિઝર્વ બેન્કના પ્રસ્તાવિત નિયમોમાં વળતરને ફરજિયાત બનાવવા પર વિચાર થવો જાેઈએ. જાે તપાસમાં કોઈ નાણાકીય સંસ્થાની બેદરકારીના કારણે ડિજિટલ અરેસ્ટ અથવા સાયબર ફ્રોડની વાત સામે આવે છે તો તે સંસ્થાને પીડિતને સંપૂર્ણ રકમનું વળતર આપવું જાેઈએ.
બેન્કોને જવાબદાર બનાવવા પર ભાર આપતા ચીફ જસ્ટિસે કહ્યું કે, બેન્કો કરોડો રૂપિયાની લોનનું નિવારણ વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા કરી નાખે છે. પછી તે ડિજિટલ ફ્રોડના પીડિતોને તેમના પૈસા પાછા અપાવવાના કિસ્સામાં જવાબદાર કેમ ન બની શકે? અટર્ની જનરલ આર. વેંકટરમનીએ કોર્ટને જણાવ્યું કે, જાે કોઈ કર્મચારીની બેદરકારી સામે આવે છે તો તેમની જવાબદારી નક્કી થવી જાેઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડિજિટલ અરેસ્ટની ઘટનામાં વોટ્સએપના દુરુપયોગની વાત સામે આવી છે. આવા સમયે વોટ્સએપની જવાબદારી પણ નક્કી થવી જાેઈએ. અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર ચેતવણી આપવા અને લોકોને સંદિગ્ધ ગતિવિધિઓ પ્રત્યે સચેત કરવાની વ્યવસ્થા બનાવવાની જરૂર છે.
કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસને ડિજિટલ અરેસ્ટના ફ્રોડ કિસ્સામાં અત્યાર સુધી નોંધાયેલી ફરિયાદ અને તેની તપાસની સ્થિતિની જાણકારી આપવાના પણ નિર્દેશ આપ્યા છે.




