
મેડિકલ ઇન્સ્યોરન્સ વગર મુસાફરી ભારે પડશે દુબઈ જતા ભારતીયો માટે તાકીદની એડવાઈઝરી જારી UAE પ્રવાસે જતાં કે ત્યાં રહેતા દરેક ભારતીય નાગરિક પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું અનિવાર્ય યુનાઇટેડ આરબ અમીરાત (UAE) માં રોજગાર અર્થે વસતા, પરિવાર સાથે રહેતા કે ટૂરિસ્ટ વિઝા પર પ્રવાસે જતાં ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સચેત કરતી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
અબુ ધાબી સ્થિત ભારતીય એમ્બેસી અને દુબઈના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે UAE પ્રવાસે જતાં કે ત્યાં રહેતા દરેક ભારતીય નાગરિક પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું અનિવાર્ય છે.
તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ભારતીય નાગરિકોને અચાનક ગંભીર બીમારી કે તબીબી કટોકટીનો સામનો કરવો પડ્યો હોય અને વીમાના અભાવે હોસ્પિટલોના ભારેખમ બિલ ચૂકવવામાં ભારે આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડી હોય. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય મિશનોએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. એડવાઈઝરીમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ એવો મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જાેઈએ જેમાં હોસ્પિટલમાં સારવાર માટે કેશલેસ સુવિધા ઉપલબ્ધ હોય અને કટોકટીના સંજાેગોમાં દર્દીને તાત્કાલિક ભારત પરત લાવવાનો (મેડિકલ રિપેટ્રિએશન) ખર્ચ પણ આ પોલિસીમાં આવરી લેવાયેલો હોય.
આ ઉપરાંત, જે ભારતીયો પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ વિઝા કે ડિપેન્ડન્ટ વિઝા પર UAE માં વસવાટ કરી રહ્યા છે, તેમને પણ પોતાની વર્તમાન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઝીણવટપૂર્વક ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈપણ મેડિકલ ઇમરજન્સી વખતે પર્યાપ્ત નાણાકીય રક્ષણ મળી રહે. ઉલ્લેખનીય છે કે ભારત અને ેંછઈ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સતત પરસ્પર સહયોગથી કામ કરી રહ્યા છે, અને તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ૭મી ભારત-યુએઈ કન્સ્યુલર બેઠકમાં પણ શ્રમિકોના પ્રશ્નો અને કાનૂની સહાય જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.




