
ભાજપની સમિતિએ કરી જાહેરાત હરદીપ સિંહ પૂરી મધ્યપ્રદેશથી રાજ્યસભા ચૂંટણી લડશે રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને ભાજપે મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. એટલે કે તેઓ મંત્રી બન્યા રહેશે. તેમની રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પહેલા બુધવારે (૨૮ ઓક્ટોબર) ભાજપે તેમને એલ મુરુગનના રાજીનામા પછી ખાલી પડેલી સીટ પરથી ટિકિટ આપવાની જાહેરાત કરી.
એલ મુરુગનના રાજીનામા પછી ખાલી પડેલી સીટ પરથી તેઓ રાજ્યસભા જશે. ચૂંટણી પંચે (ECI) ગુરુવારે (૨૨ ઓક્ટોબર) મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. અહીં ૧૨ નવેમ્બરે વોટ નાખવામાં આવશે. હરદીપ પુરી મોદી સરકારમાં વર્ષ ૨૦૨૧ થી પેટ્રોલિયમ મંત્રી છે. તેઓ શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે. IFS અધિકારી રહેલા હરદીપ પુરી જાન્યુઆરી ૨૦૧૪ માં ભાજપમાં સામેલ થયા હતા.
ડૉ. એલ. મુરુગને ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ પોતાના કેન્દ્રીય મંત્રીપરિષદ અને રાજ્યસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ આ સીટ ખાલી થઈ હતી.
ભારત ચૂંટણી પંચે ૨૨ ઓક્ટોબરે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ સીટ પર ૧૨ નવેમ્બરે મતદાન થશે. આ જ દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
૨૩૦ સભ્યો વાળી વિધાનસભામાં એક સીટ જીતવા માટે ૧૧૬ મતોનો કોટા છે, મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ ૨૩૦ સભ્યો છે. જાે તમામ ધારાસભ્યો મતદાન કરે અને કોઈ મત અમાન્ય ન ઠરે, તો એક રાજ્યસભા સીટની ચૂંટણીમાં જીત માટે જરૂરી મતોનો કોટા ૧૧૬ થશે.
હરદીપ સિંહ પુરી ભારતીય રાજકારણમાં એક જાણીતું નામ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફોરેન સર્વિસ (ૈંહ્લજી) માં અધિકારી તરીકે કરી હતી અને ત્યારબાદ તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને વિવિધ મહત્વપૂર્ણ રાજદ્વારી જવાબદારીઓ સંભાળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં તેમણે અનેક મંત્રીપદો સંભાળ્યા છે. તેઓ એક પૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય મંત્રી તરીકે જાણીતા છે.




