
મહારેલી પહેલાં રાહુલ ગાંધીને વેપારીઓની અપીલ રાજનીતિના બજારમાં વેપારીઓની મોહબ્બતની દુકાનો બંધ ન કરો CTI દ્વારા રામલીલા મેદાનની આસપાસ આવેલા આશરે ૨૦ બજારોમાં પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું
દિવાળીના તહેવાર પહેલાં દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાેકે, આ રેલીને લઈને દિલ્હીના વેપારીઓમાં ચિંતા જાેવા મળી રહી છે.
વેપારીઓને આશંકા છે કે રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને વાહનો આવવાથી દિવાળીની ખરીદીની સીઝનમાં તેમના વેપારને મોટું નુકસાન થઈ શકે છે. આ મામલે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) દ્વારા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે કે દિવાળીના તહેવાર દરમિયાન વેપારીઓના ધંધા પર અસર ન પડે તે માટે યોગ્ય ર્નિણય લેવામાં આવે.
વેપારીઓની ચિંતા વ્યક્ત કરવા માટે CTI દ્વારા રામલીલા મેદાનની આસપાસ આવેલા આશરે ૨૦ બજારોમાં પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરોમાં રાજનીતિના બજારમાં વેપારીઓની મોહબ્બતની દુકાનો બંધ ન કરો એવો સંદેશ આપવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે રાજકીય કાર્યક્રમો યોજવાનો સૌને અધિકાર છે, પરંતુ તેના કારણે તહેવારોની સીઝનમાં રોજગાર અને વેપારને નુકસાન ન થવું જાેઈએ.
CTI ના જણાવ્યા અનુસાર, રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને હજારો વાહનો દિલ્હીના સેન્ટ્રલ વિસ્તારમાં પહોંચે તો આસપાસના બજારોમાં ટ્રાફિક અને અવરજવરની સમસ્યા ઊભી થઈ શકે છે. વેપારી સંગઠનને આશંકા છે કે આ રેલીના કારણે અંદાજે રૂ. ૧૦થી ૧૨ હજાર કરોડના વેપાર પર અસર પડી શકે છે. સંગઠનના અનુમાન મુજબ, વેપારને નુકસાન થાય તો આશરે ૭૫ લાખ લોકોની રોજીરોટી પણ પ્રભાવિત થઈ શકે છે.
વેપારીઓ માટે ૧ નવેમ્બરનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે ૬ નવેમ્બરે ધનતેરસ અને ૮ નવેમ્બરે દિવાળીની ઉજવણી થવાની છે. આ સમયગાળામાં બજારોમાં ખરીદીની ભારે ભીડ રહેતી હોય છે. પગાર મળ્યા બાદ ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળે છે. આવી સ્થિતિમાં રેલીના કારણે રસ્તાઓ બંધ થાય અથવા ટ્રાફિકની સમસ્યા સર્જાય તો વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
આ અગાઉ વેપારી સંગઠન દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને પણ પત્ર લખીને રેલી દિવાળી બાદ યોજવાની અપીલ કરવામાં આવી હતી. વેપારીઓએ રેલીનું સ્થળ રામલીલા મેદાનના બદલે બુરાડી મેદાન રાખવાની પણ માંગ કરી હતી, જેથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો પણ આસપાસના બજારોના વેપારને અસર ન થાય.




