
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશની જનતાને ધર્મનું એટલું અફીણ ચઢયુ છે કે હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવવા એ જાણે કે રમત વાત થઈ ગઈ છે. અને એના દ્રષ્ટાંત રૂપે માત્ર ગુજરાતની જ વાત કરીએ તો હવે ભગવાનને પણ છેતરનારા ભગવાન થી પણ ડરતા નથી. એટલા માટે જ કહેવાય છે કે હે ઈશ્વર તારા બનાવેલા આ જ તુજને બનાવે છે. આપણે રોજેરોજ વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએથી નકલી ઘી આટલા કીલો પકડાયું, પેલી જગ્યાએથી આટલા કીલો નકલી ઘી પકડાયું. આ તો માત્ર ઘીની વાત છે. અન્ય ખાદ્ય પદાર્થની વાત જ ન કરો. કારણ કે આપણાં દેશના પોલા કાયદા, લાંબી કાનૂની પ્રક્રિયા, તાત્કાલિક કોઈ રીપોર્ટ નહીં, લાંબી લાંબી વર્ષો સુધી ચાલતી તારીખો અને સરવાળો આરોપી જામીન ઉપર મુકત બસ થોડો સમય ભૂગર્ભમાં રહી પાછા આરોપીઓ સક્રીય થઈ જાય, નવી જગ્યા, નવાં નામ સાથે નકલી ચીજ બનાવવાનો અનુભવ અને માર્કેટીંગ નું નેટવર્ક હોવાથી ફરીથી એજ આરોપીઓ સક્રીય થઈ પ્રજાના આરોગ્ય સાથે રમત રમતા થઈ જાય છે.
આમ ફરી પ્રજા છેતરાય છે સસ્તા ભાવે ચોખ્ખુ ઘી મળતું હોય તો કોણ ના લે? અને એમાંય પાછા ભગવાનના નામનું બ્રાન્ડેડ ઘી લખેલું અસલી જેવું જ નકલી ઘી એજ આરોપીઓ એજ નકલી માલ ફર્ક માત્ર નવી બોટલમાં જૂનો દારૂ જેવી અસલી નામની બરણીમાં નકલી ઘી પધરાવી પાછા ધંધામાં સક્રીય થઈ જાય છે. અને પ્રજા નકલી ઘી આરોગ્યા કરે છે. ઘણા લાંબા સમયે SOG ના ધ્યાને આવતા પછી થાય છે દરોડાની કામગીરી કોર્ટ કેસ ઘણું બધું પરંતુ આની સામે ફૂડ વિભાગ વામણું થાય છે છતાં ચાલ્યા કરે છે અને ધર્મના નામે બધું જ ચાલતું રહે છે.




