
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં અત્યારે લગભગ ૫૭૪ કેદીઓ ફાંસીની સજાની રાહ જોઈ રહ્યા છે. રાજ્યવાર જોઈએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે, ત્યારબાદ ગુજરાત અને અન્ય રાજ્યોનો ક્રમ આવે છે. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવે છે. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં અપીલ, ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજીઓની લાંબી કાનૂની પ્રક્રિયાને કારણે અમલ થવામાં વર્ષો નીકળી જાય છે અને ઘણીવાર સજા રદ પણ થાય છે. જ્યારે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલો મૃત્યુદંડ આપમેળે ફાંસીમાં પરિણમતો નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૪૦૭ હેઠળ, સેશન કોર્ટના મૃત્યુદંડની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં મોકલવું ફરજિયાત છે.હવે કોઈને પણ ફાંસીની સજા થાય પછી તે ચુકાદો અનેક કાનૂની તબક્કાઓમાંથી પસાર થાય છે. પહેલાં કેસનો
ચુકાદો હાઇકોર્ટ પાસે જાય છે. તેની તપાસ કરે છે અને તેની પુષ્ટિ કરી શકે છે, તેને હળવી કરી શકે છે, આરોપીને નિર્દોષ જાહેર કરી શકે છે અથવા વધુ કાર્યવાહીનો આદેશ આપી શકે છે. ત્યાર બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય છે. જ્યાં સજા પામેલ દોષિત વ્યક્તિ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પડકારી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી તેની (આરોપી) પાસે દયાની અરજીનો વિકલ્પ ઉભો હોય છે.
હાલમાં જ મેરઠની કોર્ટે બે મહિલાઓને ફાંસીની સજા કરી છે પરંતુ અહીં ઉલ્લેખનિય છે કે આઝાદી પછી ભારતમાં માત્ર એક મહિલાને ફાંસી અપાઈ છે. ટૂંકમાં મેરઠની કોર્ટે જે બે ચુકાદાઓમાં ફાંસીની સજા ફરમાવીને સેન્સેશન(કુતૂહલ) ઊભું કર્યું છે, તેમની સજા ઉપલી કોર્ટમાં ક્યાં તો ઘટાડી દેવાશે કે દયાની અરજીનો લાભ મળશે. ઉપરાંત બંને મહિલાઓએ પોતપોતાના પતિને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યા હતા. એકે પતિને મારીને ડ્રમમાં ભરી દીધો, બીજીએ સાપ થી મૃત્યુ થયાનું જણાવી ઝેર આપ્યું હતું




