
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજકાલ ભારતમાં રોજેરોજ સિનિયર સીટીજનો ને ડીજીટલ એરેસ્ટ કરીને ધમકાવી, ડરાવી ને સારી એવી રકમ પડાવવાના જે બનાવો બની રહયા છે એ અત્યંત ગંભીર જ નહીં પરંતુ જમા પૂંજી જેને કહેવાર વૃદ્ધોની મરણમૂડી એને પણ ગુમાવવી પડી રહી છે. અને એવો જ એક કિસ્સો વડાલા-વેસ્ટમાં રહેતા ૭૫ વર્ષના નિવૃત્ત મેડિકલ સોશ્યલ વર્કરને ડિજિટલ અરેસ્ટ કરી કરોડોની રકમ ગુમાવવાનો બનાવ બન્યો છે. જેમાં તેમને (વૃદ્ધ મહિલાને) તમે આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો એવી ખોટી ધાકધમકી આપીને સાઈબર ઠગોએ તેમની પાસેથી ૫,૨૬,૮૮,૩૫૦ (પાંચ કરોડ છવ્વીસ લાખ ઈઠ્યાસી હજાર ત્રણસો પચાસ) રૂપિયાનીતોતિંગ રકમ પડાવી લીધી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
આ મામલે મહિલાએ ગઈ કાલે સેન્ટ્રલ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈની એક જાણીતી હોસ્પિટલમાંથી મેડિકલ સોશ્યલ વર્કર તરીકે નિવૃત્ત થયેલાં અને એકલાં જ રહેતાં વૃદ્ધ મહિલાની નિવૃત્તિ વેતનની બચત અને સોનું ગિરવી મૂકીને મેળવેલા પૈસા ખંખેરી લેવામાં આવતાં મહિલાએ પોતાની તમામ જમા પૂંજી ગુમાવી દીધી હોવાની માહિતી પોલીસે આપી છે.
જ્યારે આરોપીઓએ તપાસ બાદ તમામ પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. જોકે તાજેતરમાં પૈસા પાછા આપવાનું વચન આપ્યા બાદ આરોપીઓના ફોન બંધ થઈ ગયા અને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. પોતાની સાથે છેતરપિંડી થયાનું સમજાતાં મહિલાએ સાઈબર હેલ્પલાઈન નંબર- ૧૯૩૦ પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી તેમજ ગઈકાલે સેન્ટ્રલ સાઈબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી હતી.




