
ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પનું આક્રમક વલણ ડેમોક્રેટ્સની જીત છતાં ટ્રમ્પે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યાે વ્હાઇટ હાઉસનું ૧૩ મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર, આગામી બે વર્ષ ટકરાવના સંકેત આપ્યા : મુખ્ય નીતિઓ અને સરહદ સુરક્ષા પર ચેતવણી આપી .અમેરિકામાં યોજાયેલી મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટી અને નિર્ણાયક જીત મેળવી છે. જાેકે, આ જીત બાદ પણ વ્હાઇટ હાઉસે નમતુ જાેખવાને બદલે વધુ આક્રમક અને પડકારજનક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધ પક્ષના બહુમતી ગૃહ સામે ઝૂકવાના કોઈ સંકેત નથી મળી રહ્યા.આ પરિસ્થિતિ વચ્ચે વ્હાઈટ હાઉસે ૧૩ મુદાનું એક વિશેષ ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ક્યારેય લડવાનું બંધ કરશે નહીં.” જેના દ્વારા રાજકીય વિરોધીઓ, મીડિયા આલોચકો અને અફવાઓ ફેલાવનારા વર્ગ પર સીધું નિશાન સાધવામાં આવ્યું છે.વ્હાઇટ હાઉસે દાવો કર્યાે છે કે રાષ્ટ્રપ્રમુખ તરીકેના બાકીના ૨ વર્ષ દરમિયાન ડેમોક્રેટ્સ ટ્રમ્પ સરકારના તમામ ર્નિણય અને કામોને પલટાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ જશે. વ્હાઈટ હાઉસે પોતાના વહીવટીકાળની સિદ્ધિઓની યાદી આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ તમામ ર્નિણયોનું રક્ષણ કરશે.પ્રશાસને તે તમામ ક્ષેત્રોની યાદી પણ બહાર પાડી છે જ્યાં આવનારા દિવસોમાં મોટો ટકરાવ થઈ શકે છે. વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે ડેમોક્રેટ્સ સુરક્ષિત કરાયેલી સીમાઓને ફરી ખોલવા, આર્થિક વૃદ્ધિ વચ્ચે કરવેરા વધારવા, કાયદો અને વ્યવસ્થાને લાગુ કરનાર એજન્સીઓને નબળી પાડવા તેમજ ઘૂસણખોરોના મોટા પાયે નિકાલ બાદ દેશમાં ફરી ગેરકાયદે પ્રવાસીઓનો ઉપદ્રવ વધારવાનો પ્રયાસ કરશે.આ ઉપરાંત, ગ્રીન ન્યૂ ડીલને પુનર્જીવિત કરવા, ઊર્જા ક્ષેત્રે પ્રભુત્વ છોડવા, સગીરો પર ટ્રાન્સજેન્ડર સર્જરી ફરી શરૂ કરવા, ડ્ઢઈૈં (વિવિધતા, સમાનતા અને સમાવેશ) કાર્યક્રમો ફરી લાવવા અને રાષ્ટ્રપ્રમુખ સામે વધુ એક ખોટો મહાભિયોગ લાવવાના પ્રયાસો સામે પણ વ્હાઈટ હાઉસે કડક વલણ અપનાવ્યું છે.




