
૨૦૨૮ની ચૂંટણી અંગે સાધ્યું મૌન માર્કાે રૂબિયો ટ્રમ્પનો સાથ નહીં છોડે, ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરશે હાલની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી સંભવિત ઉમેદવાર તરીકે માર્કાે રૂબિયોનું નામ પણ ચર્ચામાં છે અમેરિકાના રાજકારણમાં મધ્યસત્રની ચૂંટણી બાદ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રિપબ્લિકન પાર્ટીને મળેલા ઝટકા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયોના પદ છોડવાની પણ ચર્ચા તેજ બની હતી. જાેકે, હવે રૂબિયોએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળના ચાર વર્ષ પૂરા થાય ત્યાં સુધી તેમની સાથે કામ કરશે. બીજી તરફ, ૨૦૨૮ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાની દાવેદારી અંગે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.એક ઇન્ટરવ્યૂમાં વહીવટીતંત્ર છોડવાની અફવાઓને ખોટી ગણાવી હતી, તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના સમગ્ર ચાર વર્ષ દરમિયાન તેમની સાથે કામ કરવાની તેમની પહેલેથી જ યોજના છે. રૂબિયોએ વધુમાં કહ્યું કે તેમને ખબર નથી કે આવી વાતો ક્યાંથી આવે છે. આમ, તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં ટ્રમ્પ સરકાર છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી. માર્કાે રૂબિયો હાલમાં અમેરિકાના વિદેશ મંત્રી હોવાની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. વિદેશ મંત્રાલયના સહાયક સચિવ ડાયલન જાેન્સને પણ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા.અમેરિકામાં ૨૦૨૮ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી સંભવિત ઉમેદવાર તરીકે માર્કાે રૂબિયોનું નામ પણ ચર્ચામાં છે. ખાસ કરીને મધ્યસત્રની ચૂંટણી બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે રૂબિયોનું નામ પણ સંભવિત દાવેદારોમાં સામેલ થઈ રહ્યું છે.આમ, એક તરફ રૂબિયોએ ટ્રમ્પ સાથે ચાર વર્ષ કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ ૨૦૨૮ની ચૂંટણીમાં તેમની ભૂમિકા શું રહેશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત્ છે.




