
ઠંડીની શરૂઆત સાથે દિલ્હીમાં પ્રદૂષણનો કહેર દિલ્હીમાં ૨૮ વિસ્તારોમાં છઊૈં ૪૦૦ને પાર, રોહિણીમાં ૪૭૨ પ્રદૂષણની ગંભીર સ્થિતિથી દિલ્હીવાસીઓના આરોગ્ય સામે જાેખમ; ૫૯માંથી ૨૮ મોનિટરિંગ સેન્ટરોમાં હવા ગંભીર શ્રેણીમાં દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની શરૂઆત સાથે જ હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. પ્રદૂષિત હવાને કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ શુક્રવારે સવારે દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૮૫ નોંધાયો હતો. જ્યારે શહેરનાં અનેક વિસ્તારોમાં AQI ૪૦૦ને પાર થતાં હવાની ગુણવત્તા અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે.
પ્રાપ્ત આંકડા મુજબ દિલ્હીના કુલ ૫૯ હવા ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી ૨૮ કેન્દ્રો પર AQI ૪૦૦થી વધુ નોંધાયો છે. રોહિણી વિસ્તારમાં સૌથી વધુ ૪૭૨ AQI નોંધાતાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. આ ઉપરાંત IIT દિલ્હી ખાતે ૪૬૭, પંજાબી બાગમાં ૪૬૨ અને જહાંગીરપુરીમાં ૪૬૦ AQI નોંધાયો હતો. બાકીનાં ૩૦ મોનિટરિંગ કેન્દ્રો પર પણ હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં રહી હતી.
હવામાનની પ્રતિકૂળ સ્થિતિ અને પવનની ગતિમાં ઘટાડાને કારણે પ્રદૂષિત હવા વાતાવરણમાં જ ફસાઈ રહી છે. પરિણામે દિલ્હીમાં સ્મોગનું પ્રમાણ વધવાની સાથે હવાની ગુણવત્તા પણ કથળી રહી છે. IIT મદ્રાસના અહેવાલ મુજબ શુક્રવાર સાંજ સુધીમાં પવનની ગતિમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાે પવનની ગતિમાં સુધારો નહીં થાય તો પ્રદૂષણનું સ્તર વધુ ગંભીર બની શકે છે.
દિવાળીના તહેવાર નજીક આવતાં પ્રદૂષણની સ્થિતિ વધુ વણસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફટાકડાના ધુમાડા અને પ્રતિકૂળ હવામાનના સંયુક્ત પ્રભાવથી સ્મોગનું પ્રમાણ વધવાની શક્યતા છે. પ્રદૂષણની આ સ્થિતિ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધી તકલીફ ધરાવતા લોકો માટે જાેખમી બની શકે છે.
દિલ્હીમાં સતત કથળતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ કડક પગલાં અને આરોગ્યલક્ષી માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. રાજધાનીના નાગરિકો હવે હવામાનમાં સુધારો અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડાની રાહ જાેઈ રહ્યા છે.




