
સરકારી કર્મચારીની ફરજિયાત નિવૃત્તિ કોઈ સજા નથી : સુપ્રીમ કોર્ટ છત્તીસગઢ સરકારના કર્મચારીઓને નિવૃત્ત કરવાના ર્નિણયને માન્ય રાખ્યો; આવા આદેશથી કર્મચારીના ચારિત્ર્ય પર લાંછન લાગતું નથી. સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવાનો ર્નિણય કોઈ સજાના સ્વરૂપમાં ગણાવી શકાય નહીં અને તેનાથી કર્મચારીના ચારિત્ર્ય કે વર્તન સામે કોઈ શંકા ઊભી થતી નથી, તેવી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે. છત્તીસગઢ સરકાર દ્વારા કેટલાક કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના ર્નિણયને યોગ્ય ઠેરવતાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર હિતમાં લેવામાં આવેલા આવા ર્નિણયને ગેરવર્તણૂક બદલની સજા તરીકે જાેવો યોગ્ય નથી. મામલામાં છત્તીસગઢ સરકારે પોતાના કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારની દલીલ હતી કે સંબંધિત કર્મચારીઓની સેવાઓ હવે જાહેર હિતમાં ઉપયોગી રહી નથી. આ ર્નિણયને કર્મચારીઓ દ્વારા પડકારવામાં આવ્યો હતો, પરંતુ છત્તીસગઢ હાઈકોર્ટે સરકારના આદેશને માન્ય રાખ્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્મચારી સામેની શિસ્તભંગની કાર્યવાહી કે દંડ સમાન નથી. આવા ર્નિણયથી કર્મચારીના ચારિત્ર્ય પર કોઈ કલંક લાગતો નથી અને તેને ગેરવર્તણૂક બદલ દોષિત ગણાવી શકાય નહીં. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ફરજિયાત નિવૃત્તિનો ર્નિણય લેતી વખતે કર્મચારીની સેવાની ઉપયોગિતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખવું જરૂરી છે. માત્ર કર્મચારીને નિવૃત્ત કરવામાં આવ્યો છે એટલા માટે તેની કામગીરી કે વર્તન સામે શંકા વ્યક્ત કરી શકાય નહીં. કોર્ટના અવલોકન મુજબ, ફરજિયાત નિવૃત્તિનો ર્નિણય લેતી વખતે એ જાેવું જરૂરી છે કે સંબંધિત કર્મચારીની સેવાઓ જાહેર હિતમાં હજુ કેટલી ઉપયોગી છે. જાેકે, આવો ર્નિણય મનસ્વી રીતે લઈ શકાય નહીં. તેના માટે યોગ્ય આધાર અને સંબંધિત બાબતોનું મૂલ્યાંકન જરૂરી છે. આ ચુકાદાથી સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ અંગેની કાનૂની સ્થિતિ વધુ સ્પષ્ટ બની છે. સાથે જ જાહેર હિતના નામે લેવાતા આવા ર્નિણયો પાછળ પૂરતો આધાર હોવો જરૂરી હોવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.




