
નેતન્યાહુના ૧૯ વર્ષના શાસનનો અંત ગાડી આઈસેનકોટને સરકાર રચવાનું આમંત્રણ ઇઝરાયલમાં સત્તા પરિવર્તનના સંકેત, ૧૨૦ સભ્યોની નેસેટમાં ૬૭ સાંસદોનું સમર્થન મળ્યાનો દાવો કરાયો ઇઝરાયલના રાજકારણમાં મોટા સત્તા પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયથી વડાપ્રધાન પદે રહેલા બેન્જામિન નેતન્યાહુને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રપતિ આઇઝેક હરજાેગે મધ્યમમાર્ગી ગઠબંધનના નેતા ગાડી આઈસેનકોટને નવી સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હોવાનો અહેવાલ છે. આ સાથે ઇઝરાયલમાં નેતન્યાહુના લાંબા શાસનનો અંત આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, ગત ૨૭ ઓક્ટોબરે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં આઈસેનકોટના નેતૃત્વ હેઠળના ગઠબંધનને ૪૮ બેઠકો મળી હતી. ત્યારબાદ અરબ પક્ષોના ૧૯ સાંસદોએ પણ તેમને સમર્થન જાહેર કર્યું હતું. આ રીતે કુલ ૬૭ સાંસદોનું સમર્થન મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયલની ૧૨૦ સભ્યોની સંસદ ‘નેસેટ‘માં સરકાર રચવા માટે ઓછામાં ઓછા ૬૧ સાંસદોના સમર્થનની જરૂર પડે છે. નવી સરકારની રચનામાં અરબ પક્ષોનું સમર્થન નિર્ણાયક બન્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આઈસેનકોટના ગઠબંધન સાથે કેટલીક રાજકીય શરતો પર સહમતી થયા બાદ અરબ પક્ષોના નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સુપરત કર્યો હતો.આ ગઠબંધનમાં હદાશ, તાલ અને બલદ સહિતના અરબ રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે રાએમ પક્ષે અલગથી ચૂંટણી લડી હતી. આ સમર્થનને કારણે આઈસેનકોટ માટે સરકાર રચવાનો માર્ગ સરળ બન્યો હોવાનું માનવામાં આવે છે. આઈસેનકોટના ગઠબંધન દ્વારા ઇઝરાયલને યહૂદી રાષ્ટ્ર તરીકેની ઓળખ જાળવીને લોકશાહી વ્યવસ્થા હેઠળ સરકાર ચલાવવાની વાત કરવામાં આવી છે. હમાસને આતંકવાદી સંગઠન ગણાવી તેની સૈન્ય ક્ષમતાને ખતમ કરવાની નીતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશની સૈન્ય ભરતી વ્યવસ્થામાં ફેરફાર કરવાની અને તમામ નાગરિકો માટે ભરતીના નિયમોમાં સમાનતા લાવવાની દિશામાં પગલાં લેવાની વાત પણ કરવામાં આવી છે. દેશના સ્થાપના કાળથી નક્કી થયેલા નાગરિક અધિકારો અને બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલના રાજકારણમાં લાંબા સમયથી પ્રભાવશાળી નેતા રહ્યા છે. તેમના નેતૃત્વમાં દેશની આંતરિક અને વિદેશ નીતિમાં અનેક મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવાયા છે. હવે આઈસેનકોટના નેતૃત્વમાં નવી સરકાર રચાય તો ઇઝરાયલના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જાેવા મળી શકે છે. જાેકે, નવી સરકારની રચના, શપથવિધિ અને આગામી નીતિઓ અંગેની સત્તાવાર વિગતોની રાહ જાેવાઈ રહી છે.




