
ફરી એકવાર જાહેરમાં વન-ટુ-વન ડિબેટનો પડકાર ફેંક્યો PM મોદી મારો ફોન ટેપ કરાવે છે, તમામ પુરાવા મોબાઇલમાં છે, રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર યોજાયેલા Ask Meસેશન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી તેમનો ફોન ટેપ કરાવી રહ્યા છે અને તેમની પાસે વડાપ્રધાન વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોના પુરાવા તેમના મોબાઇલમાં જ છે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર યોજાયેલા Ask Me સેશન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ પોતાનો ફોન બતાવીને કહ્યું કે તેમના તમામ આરોપોના પુરાવા આ ફોનમાં છે અને વડાપ્રધાન પણ જાણે છે, કારણ કે તેમનો ફોન ટેપ કરવામાં આવે છે. જાેકે, આ સેશન દરમિયાન તેમણે ફોન ટેપિંગના આરોપને સાબિત કરતા કોઈ ટેકનિકલ પુરાવા જાહેર કર્યા નહોતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સાથે સીધી જાહેર ચર્ચા કરવાની પોતાની માગ ફરી દોહરાવી છે. તેમણે કહ્યું કે તેઓ લાંબા ભાષણો કે દલીલબાજી કરવા માગતા નથી, પરંતુ બંને નેતાઓએ સામસામે બેસીને એકબીજાને સવાલો પૂછવા જાેઈએ.
તેમના મતે આવી ચર્ચામાં સ્પષ્ટ થઈ જશે કે કોણ વિદેશી શક્તિઓના ઇશારે કામ કરી રહ્યું છે અને કોણ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. રાહુલ ગાંધીએ તો એવું પણ કહ્યું કે જાે મોદી તેમની સાથે પાંચ મિનિટ ચર્ચા કરશે તો તેમનું રાજકીય ભવિષ્ય બદલાઈ જશે.
Instagram પર એક યુઝરે સવાલ કર્યો હતો કે જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે તો પછી રાહુલ ગાંધી જાહેર ચર્ચા પર ભાર શા માટે મૂકી રહ્યા છે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે લોકસભામાં તેમને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવતી નથી અને ઘણી વખત તેમનું માઇક બંધ કરી દેવામાં આવે છે.
તેમણે કૃષિ કાયદા, વોટ ચોરીના આરોપો, SIR, ચીન, પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના પુસ્તક અને એપ્સ્ટીન ફાઇલ્સ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ તમામ મુદ્દાઓ પર વડાપ્રધાન સાથે સીધી ચર્ચા કરવાની તેમની ઇચ્છા છે.
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. અગાઉ પણ તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા પોતાના સહિત અનેક નેતાઓના ફોનની જાસૂસી થવાનો આરોપ લગાવ્યો હતો. જાેકે, કેન્દ્ર સરકારે અગાઉ આ આરોપોને નકારી કાઢ્યા હતા.




