
કાશી વિશ્વનાથ મંદિરે કરી પૂજા અનંત અંબાણીએ કાશી વિશ્વનાથ અને અન્નપૂર્ણા મંદિરે કર્યા દર્શન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંદિર પરિસરમાં પહોંચેલા અનંત અંબાણીએ પરંપરાગત ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો ઉદ્યોગપતિ અનંત અંબાણી સોમવારે, ૨૩ નવેમ્બરે વારાણસી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિર અને માતા અન્નપૂર્ણા મંદિર ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંદિર પરિસરમાં પહોંચેલા અનંત અંબાણીએ પરંપરાગત ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.
અનંત અંબાણીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ૪ નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ તેમને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંદિર પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમણે ભગવાન શિવના દર્શન કરી પરંપરાગત પૂજા અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી.
મંદિર વહીવટીતંત્ર દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, અનંત અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ૫ કરોડનું દાન આપ્યું હતું. આ દાન મંદિરની ધાર્મિક અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કાશી વિશ્વનાથ મંદિર બાદ અનંત અંબાણીએ નજીક આવેલા માતા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે પૂજારીની હાજરીમાં પરંપરાગત વિધિઓ અનુસાર પૂજા-અર્ચના કરી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ લીધા હતા.
અહેવાલો અનુસાર, અન્નપૂર્ણા મંદિરમાં પણ તેમણે ૧ કરોડનું દાન આપ્યું હતું. આમ, બંને મંદિરોમાં મળીને કુલ ?૬ કરોડનું દાન આપ્યાની માહિતી સામે આવી છે.
અનંત અંબાણીની મુલાકાત દરમિયાન કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ભક્તોની મોટી ભીડ જાેવા મળી હતી. તેમને જાેવા માટે લોકોમાં પણ ઉત્સુકતા જાેવા મળી હતી.
સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા વચ્ચે અનંત અંબાણીએ મંદિરમાં દર્શન અને પૂજા પૂર્ણ કરી હતી.
અનંત અંબાણી અગાઉ પણ કાશી વિશ્વનાથ અને અન્નપૂર્ણા મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. આ મુલાકાત દરમિયાન તેમની ધાર્મિક આસ્થા સાથે જાેડાયેલી પૂજા-અર્ચના અને દાન ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.




