Business News: ફિનટેક એપ Paytm ને ગુરુવારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી મલ્ટિ-બેંક મોડલ હેઠળ થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર (TPAP) તરીકે UPI સિસ્ટમમાં ભાગ લેવાની મંજૂરી મળી છે. RBI દ્વારા Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યા બાદ NPCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના આદેશ અનુસાર, Paytm પેમેન્ટ બેંકે 15 માર્ચ સુધી તેના તમામ કામકાજ બંધ કરવા પડશે.
આ બેંકો Paytm પેમેન્ટ બેંકનું સ્થાન લેશે
NPCI એ નિવેદનમાં જણાવ્યું છે કે Axis Bank, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંકો તરીકે કામ કરશે. One97 Communications Limited (OCL) સાથે સંકળાયેલા હાલના અને નવા UPI વેપારીઓ માટે યસ બેંક મર્ચન્ટ એક્વિઝિશન બેંક તરીકે પણ કાર્ય કરશે. NPCIએ કહ્યું કે ‘@Paytm’ હેન્ડલને યસ બેંક પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
NPCI, જે પેમેન્ટ સિસ્ટમ્સનું નિયમન કરે છે, જણાવ્યું હતું કે આ વ્યવસ્થા Paytm ના હાલના વપરાશકર્તાઓ અને વેપારીઓને UPI વ્યવહારો અને ઓટો પેમેન્ટ સંમતિને એકીકૃત રીતે ચાલુ રાખવા સક્ષમ બનાવશે.
પેટીએમના તમામ હેન્ડલ્સ ટ્રાન્સફર કરો
Paytm ને સલાહ આપવામાં આવી છે કે શક્ય તેટલી વહેલી તકે નવી પેમેન્ટ સિસ્ટમ પ્રદાતા બેંકોમાં જરૂરી હોય ત્યાં તમામ હાલના હેન્ડલ્સ અને સંમતિઓ સ્થાનાંતરિત કરી દે. NPCIનો આ નિર્ણય રિઝર્વ બેંકની સમયમર્યાદાના એક દિવસ પહેલા આવ્યો છે, જેમાં Paytm Payments Bank Limited (PPBL)ના ગ્રાહકો અને વેપારીઓને 15 માર્ચ સુધીમાં તેમના ખાતા અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું છે.
Paytm ફાસ્ટેગ કામ નહીં કરે
Paytm ફાસ્ટેગ 15 માર્ચ પછી કામ કરશે નહીં. NHAIએ ગ્રાહકોને અન્ય કોઈ બેંકમાંથી નવું ફાસ્ટેગ લેવા જણાવ્યું છે.