
ઐતિહાસિક સપાટી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીપ!!.બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૦૬ સામે ૮૬૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપદિવસ દરમ્યાન સરેરાશ ૬૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૬૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૭ સામે ૨૬૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપસરેરાશ ૧૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૩૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તોપ સ્થાનિક સ્તરે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માંગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા, ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની આશાએ આજે ભારતીય શેરબજારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ દિવસના અંતે નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેકસે ૮૬૧૫૯ પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચર ઈન્ડેકસે ૨૬૪૯૩ પોઈન્ટની નવી વિક્રમી સપાટી દર્શાવી હતી. જાેકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ વિક્રમી સપાટીએથી યુ ટર્ન લીધો હતો.
ગત સપ્તાહના અંતે જાહેર થયેલા દેશના જીડીપી ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી સામે આગામી દિવસોમાં મળનારી રિઝર્વ બેન્કની બેઠક પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે સાવચેતી જાેવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આયાતકારો દ્વારા ડોલરની નોંધપાત્ર માંગને કારણે સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ઓપેકની મળનારી મિટિંગ પૂર્વે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટપ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, ફોકસ્ડ આઈટી, આઈટી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કોમોડિટીઝ, ટેક, એનર્જી અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઉછાળો જાેવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૫ અને વધનારની સંખ્યા ૧૮૩૬ રહી હતી, ૨૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર પેસેન્જર ૧.૯૩.%, મારુતિ સુઝુકી ૧.૩૭%, બીઈએલ ૧.૩૬%, કોટક બેન્ક ૧.૧૨%, કોટક બેન્ક ૧.૧૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૫%, અદાણી પોર્ટ્સ ૦.૮૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૯%, ટેક મહિન્દ્ર ૦.૬૩% અને ટાટા સ્ટીલ ૦.૪૮% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૬૫%, સન ફાર્મા ૧.૨૮%, ટ્રેન્ટ લિ. ૦.૭૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૫%, બજાજ ફિનસર્વ ૦.૫૫%, ભારતી એરટેલ ૦.૫૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૪૭% અને એચડીએફસી બેન્ક ૦.૪૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૧૭ લાખ કરોડ વધીને ૪૭૪.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશાપ. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા નજીકના સમયમાં મુખ્યત્વે વૈશ્વિક-સ્થાનિક મેક્રો સિગ્નલ્સ, આરબીઆઈની નીતિ દિશા અને વૃદ્ધિ-ફુગાવાના નવા ડેટા પર આધારિત રહેશે. હાલમાં જીડીપી વૃદ્ધિનો ૮.૭%નો મજબૂત આંક, કોર ઇન્ફ્લેશનમાં સ્થિરતા અને રૂપીયા-




