Beauty News: દોડધામ ભરેલી લાઈફ સ્ટાઈલના કારણે લોકો પોતાના માટે પણ સમય કરી શકતા નથી. ખાસ કરીને જે મહિલાઓ ઘર અને ઓફિસ બંને સંભાળતી હોય તેમના માટે સ્કીન કેર માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે. આ રીતે સતત દોડધામ કરતી મહિલાઓના ચહેરા પર સતત થાક જોવા મળે છે. કહેવામાં જો કોઈ પાર્ટી કે લગ્ન પ્રસંગમાં જવાનું થાય તો ચહેરા પર ગ્લો દેખાતો નથી.
જો આવું તો મારી સાથે પણ થતું હોય તો આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. જો તમારે પણ અચાનક ક્યાંય જવાનું થાય અથવા તો થોડો સમય મળે તો આ વસ્તુઓનો ઉપયોગ ત્વચા પર કરવો તેનાથી ચહેરાનો ગ્લો વધી જશે અને 24 કલાક ચહેરો ફ્રેશ દેખાશે.
ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવતા ફેસપેક
કાચું દૂધ
ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે અને સ્કીન કેર કરવા માટે કાચું દૂધ સૌથી બેસ્ટ છે. પ્રદૂષણ અને તડકાના કારણે સ્કીન ડલ થઈ ગઈ હોય તો તેના પર કાચું દૂધ લગાડવું જોઈએ. કાચુ દૂધ ચહેરા પર લગાડીને મસાજ કરવાથી ડેડ સ્કેન સેલ્સથી છુટકારો મળે છે અને ચહેરા પર ગ્લો આવે છે.
ટમેટા
ચહેરા પર ટમેટા લગાડવાથી પણ ફાયદો થાય છે. ટમેટાને અડધું કાપીને તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ગ્લો વધે છે અને સ્કિન પર શાઈન આવે છે. ટમેટા વિટામીન સી થી ભરપૂર હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે ટમેટાની પેસ્ટ બનાવીને પણ ચહેરા પર અપ્લાય કરી શકો છો.
એલોવેરા
એલોવેરા પણ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવો હોય તો એલોવેરાને ચહેરા પર લગાડી દસ મિનિટ મસાજ કરવી. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. નિયમિત એલોવેરા જેલનો ઉપયોગ કરશો તો ત્વચા પર કસાવ આવશે અને કરચલીઓ દૂર થશે.
ચોખાનો લોટ
ચેહરા પર તુરંત ગ્લો લાવવો હોય તો ચોખાનો લોટ પણ ઉપયોગી છે. એક ચમચી ચોખાના લોટમાં જરૂર અનુસાર દહીં મિક્સ કરીને ચહેરા પર લગાડવું. 10 થી 15 મિનિટ આ ફેસપેક ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ લો દેખાશે.
બટેટા
બટેટામાં નેચરલ બ્લીચીંગ એજન્ટ હોય છે. જે ચેહરા પરથી ડેડ સ્કીન અને ઝાંઈ દૂર કરે છે. બટેટાની પેસ્ટ બનાવીને કે બટેટાનો રસ કાઢીને જો તમે ચહેરા પર 15 મિનિટ માટે પણ લગાડો છો તો ચહેરા પર તુરંત નિખાર દેખાશે.
ચણાનો લોટ અને હળદર
ચણાનો લોટ અને હળદર પણ ચહેરા માટે બેસ્ટ છે. એક ચમચી ચણાના લોટમાં ચપટી હળદર અને જરૂર અનુસાર દૂધ મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને સારી રીતે ચહેરા અને ગરદન પર લગાડો. આ પેસ્ટ સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી લો.