Health News: હોળી રંગોનો તહેવાર છે. આ દિવસો લોકો એકબીજાને રંગો લગાવીને તહેવારની શુભેચ્છા પાઠવે છે. આપણી ત્યાં દરેક તહેવારમાં અલગ-અલગ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. હોળીના અવસરે પણ ઘુઘરા, થંડાઈ, ભજીયા બનાવવામાં આવે છે. લોકો તેને પ્રેમથી ખાય છે. જો કેટલીક વખત લોકો ખુશીમાં વધુ ખાય લે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. ત્યારે જો તમે હોળીના અવસરે સ્વાસ્થ્યને અસર ન થાય તે રીતે વાનગીઓની મજા માણવા માગો છો, તો એક્સપર્ટ શાકિર રહેમાન દ્વારા બતાવવામાં આવેલી ટિપ્સ જરૂર ફોલો કરો.
હોળીમાં આ રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન
ઉજવણી દરમિયાન ફાઇબરથી સમૃદ્ધ ફળો, શાકભાજી, અનાજ અને કઠોળનું સેવન કરો. જે સ્વસ્થ પાચન તંત્રને જાળવવા માટે જરૂરી છે. આ ફૂડ આંતરડાની ગતિને કંટ્રોલ કરે છે અને કબજિયાત અટકાવે છે.
હાઇડ્રેશનનું પૂરેપૂરું ધ્યાન રાખો. વધુને વધુ પાણી પીવાથી શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે. તે પાચનમાં પણ મદદ કરે છે, તેથી ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો.
તહેવારોના અવસરે મોટા પ્રમાણમાં તળેલા ખોરાક તૈયાર કરવામાં આવે છે. જેમાં વધુ માત્રામાં કેલરી અને અનહેલ્ધી ફેટ્સ હોય છે, જે વજન વધારવાની સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારે બેક્ડ અને ગ્રિલ ફૂડનું સેવન કરવું જોઈએ.
જે પણ ખાઓ તે લિમિટ ખાઓ અને પૂરા ધ્યાનથી ખાઓ
તહેવારો દરમિયાન ઘણું બધું ખાવાની સાથે સ્વસ્થ રહેવા માગો છો તો કસરત કરવાનું ભૂલશો નહીં. તે સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરવાની સાથે પાચનમાં સુધારો કરે છે. આ સિવાય કસરત કરવાથી એન્ડોર્ફિન નીકળે છે, જે મૂડ બૂસ્ટર છે તેનાથી તણાવ અને ચિંતા દૂર થાય છે.
શરીરને ફ્રેશ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછી 8 કલાક ઊંઘ લેવી જોઈએ.