Loksabha Election 2024: કોંગ્રેસે બીજી યાદીમાં કુલ 57 નામોની જાહેરાત કરી દીધી છે, આ યાદીમાં ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો અને ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
- પાટણઃ ચંદનજી ઠાકોર
- સાબરકાંઠાઃ ડૉ. તુષાર ચૌધરી
- ગાંધીનગરઃ સોનલ પટેલ
- જામનગરઃ જેપી મારવિયા
- અમરેલીઃ જેનીબેન ઠુમ્મર
- આણંદઃ અમિત ચાવડા
- ખેડાઃ કાળુસિંહ ડાભી
- પંચમહાલઃ ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદ (ST): પ્રભાબેન તાવિયાડ
- છોટા ઉદેપુર (ST): સુખરામભાઈ રાઠવા
- સુરતઃ નિલેષ કુંબાણી
કોંગ્રેસ જો ગુજરાતમાં ભરૂચ અને નર્મદા સિવાય વધુ બેઠકો પર ગઠબંધન ન કરે તો હજુ 7 બેઠકો પર નામ જાહેર કરવાના રહેશે. અગાઉની અને આજની બેઠકોનો સરવાળો 18 થાય છે અને આ સિવાય બે ગઠબંધનવાળી બેઠકો એમ કુલ 26 બેઠક થશે પરંતુ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. એટલે હજુ કોંગ્રેસ આગામી સમયમાં વધુ 7 બેઠકોની જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં ભાજપે કુલ 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ અને મહેસાણા બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી.