Jakarta Earthquake: ઈન્ડોનેશિયાના જાવા ટાપુના દરિયાકાંઠે શુક્રવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની જીઓફિઝિક્સ એજન્સી (BKMG) એ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ દરિયાકાંઠે 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઇએ નોંધાયો હતો.
અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
BMKGએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૂર્વ જાવા પ્રાંતમાં તુબાનથી 132 કિમી ઉત્તરે સ્થિત હતું. તે વિસ્તારોમાં સોશિયલ મીડિયા યુઝર્સે સતત વીડિયો અને ફોટા અપલોડ કર્યા અને આ માહિતી આપી. ભૂકંપ પૂર્વ જાવા અને રાજધાની સુરાબાયા તેમજ પડોશી પ્રાંતોના શહેરોમાં અનુભવાયો હતો.ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, BMKGએ કહ્યું કે ભૂકંપથી સુનામી આવવાની કોઈ શક્યતા નથી. જો કે, નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.