Karnataka High Court : કર્ણાટક હાઈકોર્ટે 75 ટકા વિકલાંગતા ધરાવતા પુરુષને તેની વિમુખ પત્નીને ભરણપોષણ ચૂકવવાની ફરજ પાડવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે તેની ધરપકડ અને દંડ ફટકારવાના નીચલી કોર્ટના આદેશને પણ રદ કર્યો હતો. હાઈકોર્ટ મહિલા દ્વારા ભરણપોષણ સંબંધિત અરજીની સુનાવણી કરી રહી હતી.
જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે શું કહ્યું?
પુરુષની શારીરિક મર્યાદાઓ પર ભાર મૂકતા, જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે પતિ ક્રૉચની મદદથી ચાલતો હતો અને ભરણપોષણ માટે તેની પાસેથી નોકરી લેવાની અપેક્ષા રાખવી અવ્યવહારુ છે.
આ કેસમાં પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા અને પત્નીએ હિંદુ મેરેજ એક્ટની કલમ 24 હેઠળ ભરણપોષણ માટે દર મહિને 15,000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, બાદમાં પતિ અપંગ બની ગયો હતો અને ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ બન્યો હતો.
ભરણપોષણની અરજી ફગાવી
હાઈકોર્ટે પતિની વિકલાંગતાને ધ્યાનમાં રાખીને પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ભરણપોષણની અરજી ફગાવી દીધી હતી. જો કે, હાઈકોર્ટે વિકલાંગ પતિના પિતાને પૌત્રની જરૂરિયાતો માટે આર્થિક સહાય માટે પુત્રની પૂર્વ-વિકલાંગતાની ચુકવણી મહિલાને આપવા જણાવ્યું હતું.