
દરેક વ્યક્તિ પૈસાને મહત્વના સમજે છે : અક્ષય.અક્ષય પુત્રી નિતારાને પૈસાનું નહી, જીવનમાં શાંતિનું મહત્વ સમજાવશે.બોલીવુડનો ખિલાડી અક્ષય કુમાર હાલમાં પોતાના નવા શો, “પિચ ટુ ગેટ રિચ” માટે સમાચારમાં છે.બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં પોતાની પુત્રી નિતારાને પૈસાનું મહત્વ સમજાવવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા પૈસા કરતાં માનસિક શાંતિને પ્રાથમિકતા આપશે. અભિનેતાના મતે, દરેક વ્યક્તિ પૈસાને મહત્વના સમજે છે પરંતુ પોતાના માટે શાંતિ વધુ મહત્વની છે.બોલીવુડનો ખિલાડી અક્ષય કુમાર હાલમાં પોતાના નવા શો, “પિચ ટુ ગેટ રિચ“ માટે સમાચારમાં છે. આ રિયાલિટી શ્રેણી ફેશન અને ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. દેશભરના ચૌદ ફેશન સ્થાપકો તેમની બ્રાન્ડ્સ માટે ભંડોળ, માર્ગદર્શન અને વૃદ્ધિની તકો માટે સ્પર્ધા કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ શોમાં ¹ ૩૦ કરોડના રોકાણનો સમૂહ છે, જેમાં અક્ષય કુમાર જજ તરીકે પણ સામેલ છે. તાજેતરમાં, શો સાથે સંકળાયેલા બધા લોકો સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં અભિનેતાએ પૈસાના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે તે તેની પુત્રી નિતારાને પૈસાનું મહત્વ કેવી રીતે સમજાવશે, ત્યારે અભિનેતાએ હસીને કહ્યું, “મને નથી લાગતું કે મારે તેને કંઈ શીખવવાની જરૂર છે. દરેક વ્યક્તિ પોતાના મનમાં પૈસા અને તેનું મૂલ્ય સમજે છે. આપણે બધા પૈસા કમાવવા માટે અહીં છીએ. મનની શાંતિ જરૂરી છેઅક્ષયે આગળ કહ્યું, “બધા પૈસાનું મહત્વ જાણે છે, પરંતુ મનની શાંતિ પૈસા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. હું હંમેશા પૈસા કરતાં શાંતિને પ્રાથમિકતા આપું છું. હા, હું સખત મહેનત કરું છું અને પૈસા કમાઉ છું, પરંતુ જાે મને ક્યારેય બેમાંથી એક પસંદ કરવી પડે, તો હું હંમેશા મનની શાંતિ પસંદ કરીશ.“પિચ ટુ ગેટ રિચ“ શોના જજ પેનલમાં અક્ષય કુમાર સાથે કરણ જાેહર, મનીષ મલ્હોત્રા અને મલાઈકા અરોરા જેવા સ્ટાર્સ જાેડાઈ રહ્યા છે. બિઝનેસ જગતમાંથી, નવીન જિંદાલ, ધ્રુવ શર્મા, રવિ જયપુરિયા, દર્પણ સંઘવી, ગૌરવ દાલમિયા, વાગીશ પાઠક અને વિનોદ દુગ્ગર જેવા નામો જાેડાઈ રહ્યા છે.
