
રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરનામું બહાર પાડ્યું.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી TET-૧ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર.આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છ.રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board) દ્વારા આજે નવી TET-૧ (Teacher Eligibility Test – 1) પરીક્ષાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
જાહેરનામા મુજબ, આ ભરતી પરીક્ષા 14 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાય તેવી સંભાવના છે.
ઉમેદવારોએ આ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવી જાેઈએ. અરજી પ્રક્રિયાની મહત્વની તારીખો, ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ, 29 ઓક્ટોબર, 2025, ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ, 12 નવેમ્બર, 2025. રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારો ૨૯ ઓક્ટોબરથી લઈને ૧૨ નવેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ છેલ્લી ઘડીની ધમાલ ટાળવા માટે સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.
આ TET-૧ પરીક્ષા પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) માં શિક્ષક બનવા માટેની લાયકાત પૂરી પાડશે.
લાંબા સમયથી પરીક્ષાની રાહ જાેઈ રહેલા ઉમેદવારો માટે આ નોટિફિકેશન એક મોટી તક લઈને આવ્યું છે. બોર્ડે ઉમેદવારોને જાહેરનામામાં દર્શાવેલ તમામ નિયમો, લાયકાતના ધોરણો અને અભ્યાસક્રમની વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવા અનુરોધ કર્યો છે.
