Chennai News: ચેન્નાઈમાં રવિવારે મેડિકલ સ્ટુડન્ટને ગોળી મારીને હત્યાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી બચી ગયો હતો. આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર કરવામાં આવેલી ગોળી ટાર્ગેટ ચૂકી ગઈ હતી.
લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો
લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મેડિકલ સ્ટુડન્ટ રોહન મદ્રાસ મેડિકલ કોલેજ પાસે ચાના સ્ટોલ પાસે ઊભો હતો. આ સમયે તેનો પીછો કરી રહેલા બે લોકોમાંથી એકે ગોળીબાર કર્યો હતો. સ્થળ પરથી જ એકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય વ્યક્તિ નાસી જવામાં સફળ રહ્યો હતો.
ધરપકડ કરાયેલ વ્યક્તિ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે
ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી રિતિક કુમાર તરીકે થઈ છે. ભાગી છૂટેલા વ્યક્તિની ઓળખ અમિત કુમાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ અમિત કુમારની ગર્લફ્રેન્ડ તેની સાથે વાત કરતી ન હતી. તે અહીં એક વિદ્યાર્થી છે. આ વાતથી તેને ગુસ્સો આવ્યો. અમિતને શંકા હતી કે રોહન સાથેની મિત્રતાના કારણે આવું થયું છે. આથી તેણે રોહનને મારવાનો પ્રયાસ કર્યો હતો.