Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની સાથે રાજ્યની ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ સાથે જ કોંગ્રેસે મે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. સોમવારે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 38 ઉમેદવારોના નામ છે. તમને જણાવી દઈએ કે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કુલ 175 સીટો છે.
કોંગ્રેસે શ્રીકાકુલમથી અંબાતી કૃષ્ણ રાવ, બોબિલીથી મારીપી વિદ્યાસાગર અને ગજપતિ નગરમથી ડોરા શ્રીનિવાસનને ટિકિટ આપી છે.
રવિવારે પણ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આંધ્ર પ્રદેશની 9 અને ઝારખંડની બે બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. ઝારખંડમાં લોકસભાની 14 બેઠકો છે.