Congress Star Campaigner :ગુજરાતમાં હાલ કોંગ્રેસ ચારો ખાને ચિત્ત થઈ ગયા જેવી સ્થિતિ છે. માંડ માંડ ભેગા કરીને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કર્યા, ત્યારે ભાજપ ઉમેદવારોને જ નિશાન બનાવી રહ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે સુરત લોકસભા સીટ ગુમાવી છે. છતાં કોંગ્રેસ હારી નથી. કોંગ્રેસે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરતમાં કોંગ્રેસના કયા કયા નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે તે જોઈ લો.
ગુજરાતના સ્ટાર પ્રચારોમાં નેશનલ કોંગ્રેસના નેતાઓ
લોકસભાની ચુંટણી અને વિધાનસભાની પેટા ચુટંણી માટે કોગ્રેસના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીને ચુટંણી પંચની મહોર લાગી છે. ગુજરાતના સ્ટાર પ્રચારોમાં નેશનલ કોંગ્રેસના નેતાઓ સામેલ છે. જેમાં એઆઈસીસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટાર પ્રચારક છે. તો પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ સ્ટાર પ્રચારક બન્યા છે. કેસી વેણુગોપાલ , મુકુલ વાસનીક અશોક ગહેલોતનો પણ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રણદિપ સુરજેવાલ, સચિન પાયલટ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે.
ગુજરાતના કયા કયા તેના
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત જગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, ભરત સોલંકી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, અમીબેન યાજ્ઞિકનો સમાવેશ કરાયો છે. ઉપરાંત શૈલેષ પરમાર,લલિત કગથરા, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કાદીર પીરજાદા, ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, મુમતાઝ પટેલ, લાલજી દેસાઈ, બીવી શ્રીનિવાસ, અલકા લાંબા, ઇમરાન પ્રતાપ ગઢી, વિમલ ચુડાસમા, દિનેશ ઠાકોર , ચંદ્રીકા ચુડાસમા, પુંજા ભાઇ વંશ ,ગ્યાસુદ્દીન શેખ, ઇન્દ્રનિલ રાજ્ય ગુરૂ, રધુ ભાઇ દેસાઇ અને નિશિથ વ્યાસ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવાયા છે.