
યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. યુનિવર્સિટી દીઠ ૧૦૦ બેઠકો સાથે સ્ટડી સેન્ટર તૈયાર કરાયા : રાજ્યમાં કુલ એક હજાર સ્ટડી સેન્ટર ઉભા થયા
રાજ્ય સરકાર દ્વારા UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓને આ પરીક્ષાઓ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પગલું રાજ્યના યુવાનોને સિવિલ સર્વિસમાં જાેડાવા માટે પ્રોત્સાહિત કરશે.
આ યોજના હેઠળ, ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં સ્ટડી સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક યુનિવર્સિટીમાં ૧૦૦ બેઠકો ઉપલબ્ધ રહેશે. આ રીતે, રાજ્યભરમાં કુલ ૧૦૦૦ સ્ટડી સેન્ટર તૈયાર કરાયા છે. આ સેન્ટર્સમાં પ્રવેશ મેળવવા માટે, ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપવી પડશે. આ પ્રવેશ પરીક્ષા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ કાર્યક્રમનો સૌથી મોટો ફાયદો એ છે કે પસંદ થયેલા ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, અભ્યાસ સામગ્રી અને મોક ટેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જે ઉમેદવારો આ તકનો લાભ લેવા માંગતા હોય, તેઓએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પહેલથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ સિવિલ સર્વિસની તૈયારી કરવાની તક મળશે. આશા છે કે આ ર્નિણયથી ગુજરાતના ઘણા યુવાનો પોતાના સપના સાકાર કરી શકશે.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ રાજ્યના વિદ્યાર્થીઓને UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ ગ્રામીણ અને અલ્પવિકસિત વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક અડચણ વિના ૈંછજી પરીક્ષાની તૈયારી માટે જરૂરી સંસાધનો, અભ્યાસસામગ્રી અને નિષ્ણાંતોના માર્ગદર્શન દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા માટે તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને ૈંછજી જેવી પ્રતિષ્ઠીત સેવાઓમાં પ્રવેશવા માટે તૈયાર કરીને રાષ્ટ્રના વહીવટીતંત્રમાં યોગ્ય નેતૃત્વનું નિર્માણ કરવા માટે રાજ્યની ૧૦ સરકારી યુનિવર્સિટીઓ/સરકારી કોલજાેમાં ૈંછજી સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
દરેક સ્ટડી સેન્ટર્સ ખાતે ૧૦૦ સીટો રાખવામાં આવેલ છે. આમ, સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના મેરીટ અનુસાર પ્રવેશ આપીને તેઓને ૈંછજી સ્ટડી સેન્ટર્સ ખાતે UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે. ૈંછજી સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા:૧૫/૦૯/૨૦૨૫ હોય, ૈંછજી સ્ટડી સેન્ટરના કોચિંગ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી લાભ લે તે માટે આપની કક્ષાએથી આપની યુનિવર્સિટીના એલ્યુમની એસોસિએશન તેમજ વિવિધ વિભાગોના વિદ્યાર્થી ગ્રુપ તેમજ વિભાગના એલ્યુમની એસોસિએશન તેમજ સંલગ્ન કોલેજાેને પણ તેમના વિદ્યાર્થીઓના એલ્યુમની એસોસિએશન અને વિદ્યાર્થીઓને તા:૧૨/૦૯/૨૦૨૫ અથવા તા:૧૩/૦૯/૨૦૨૫ના રોજ અચૂક જાણ કરવા સૂચના આપવા જણાવવામાં આવે છે. ૈંછજી સ્ટડી સેન્ટરની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે યુનિવર્સિટીએ કરેલ કાર્યવાહીની વિગતોનો અહેવાલ અત્રેની કચેરીની યુનિવર્સિટી શાખાને ખાતે દિન-૩માં મોકલી આપવાનો રહેશે.
