pakistan: પાકિસ્તાનની પંજાબ સરકારે શુક્રવારે લાહોર હાઈકોર્ટ પાસે લાહોરના શાદમાન ચોકનું નામ સ્વતંત્રતા સેનાની ભગત સિંહના નામ પર રાખવા માટે સમય માંગ્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ શમ્સ મહમૂદ મિર્ઝા ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન પાકિસ્તાનની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
આ અરજીમાં પ્રાંતીય અને જિલ્લા સરકારોના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે શાદમાન ચોકનું નામ ભગત સિંહના નામ પર રાખવા અંગેના કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. 2018માં હાઈકોર્ટે સરકારને લાહોરના શાદમાન ચોકનું નામ ભગત સિંહના નામ પર રાખવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે પહેલેથી જ ઘણો વિલંબ થઈ રહ્યો છે
સુનાવણી દરમિયાન પંજાબ સરકારના આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ ઈમરાન ખાને કોર્ટને કહ્યું કે સરકારને સ્વતંત્રતા સેનાનીના નામ પર શાદમાન ચોકનું નામ આપવા માટે નોટિફિકેશન બહાર પાડવા માટે વધુ સમય આપવો જોઈએ. અરજીકર્તાના વકીલ ખાલિદ જામા કક્કરે દલીલ કરી હતી કે આ કેસમાં પહેલાથી જ ઘણો વિલંબ થયો છે. કોર્ટે સરકારની વિનંતી સ્વીકારી હતી અને સુનાવણી 7 જૂન સુધી મુલતવી રાખી હતી.