
Earthquake in Saurashtra: બુધવારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3:18 કલાકે સૌરાષ્ટ્રના તાલાલાથી 12 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે.
