
રંગબેરંગી ફૂલોથી શહેર સજશે.અમદાવાદમાં ફ્લાવર શોની ધમાકેદાર તૈયારી શરુ.દેશ-વિદેશના રંગબેરંગી ફૂલો અને અદ્ભુત ફ્લોરલ સ્કલ્પચર્સનું પ્રદર્શન કરવામાં આવશ.અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શો-૨૦૨૬ માટે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં અમદાવાદ શહેરના પ્રખ્યાત રિવરફ્રન્ટ પાર્ક અને અન્ય નિર્ધારિત સ્થળોએ રંગબેરંગી ફૂલોથી સજાવટ શરૂ થઈ ગઈ છે. દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલા વિવિધ જાતિના ફૂલો, થીમ આધારિત ફ્લોરલ ડિઝાઇન અને આકર્ષક લાઇટિંગ થી શોને ખાસ બનાવવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ શહેરના પ્રખ્યાત રિવરફ્રન્ટ પાર્ક અને અન્ય નિર્ધારિત સ્થળોએ રંગબેરંગી ફૂલોથી સજાવટ શરૂ થઈ ગઈ છે. આ ફ્લાવર શો જાન્યુઆરી ૨૦૨૬માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલો અને અદ્ભુત ફ્લોરલ સ્કલ્પચર્સનું પ્રદર્શન કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવેલા આ ર્નિણય પાછળ આગામી વર્ષે યોજાનારા ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬ની તૈયારીઓ છે. AMC દ્વારા શો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂલોના શિલ્પો, ગાર્ડન ડિઝાઇન, બાળકો માટે પ્રવૃત્તિઓ અને ફોટોગ્રાફી ઝોન સામેલ રહેશે. ફ્લાવર શો (flower show) દરમિયાન શહેરવાસીઓ ઉપરાંત પ્રવાસીઓની મોટી સંખ્યામાં હાજરી રહેવાની અપેક્ષા છે.
આ વર્ષ ૨૦૨૫ના ફ્લાવર શોમાં લાખો લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં ૧૦ લાખથી વધુ ફૂલો અને ૩૦થી વધુ સ્કલ્પચર્સનું આકર્ષક પ્રદર્શન થયું હતું. હવે ૨૦૨૬ના આવૃત્તિને વધુ ભવ્ય બનાવવા માટે AMC એ તૈયારીઓ શરૂ કરી દીધી છે




