India and France : સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા માટે, ભારત અને ફ્રાન્સ સોમવારથી સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘શક્તિ’ની સાતમી આવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કવાયત મેઘાલયના ઉમરોઈ વિસ્તારમાં 26 મે સુધી ચાલુ રહેશે. અગાઉ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ 22 થી 25 એપ્રિલ દરમિયાન ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.
ભારતીય સેનાએ કહ્યું કે આ અભ્યાસનો ઉદ્દેશ્ય બંને પક્ષોની સંયુક્ત સૈન્ય ક્ષમતાને વધારવાનો છે. આ ઉપરાંત, સંયુક્ત કવાયત બંને દેશોની સશસ્ત્ર દળો વચ્ચે આંતર કાર્યક્ષમતા અને સૌહાર્દપૂર્ણ સંબંધો વિકસાવશે.
છઠ્ઠી આવૃત્તિ ફ્રાન્સની મિલિટરી સ્કૂલ ઓફ ડ્રેગ્યુગનન ખાતે યોજાઈ હતી.
ભારત-ફ્રાન્સ સંયુક્ત સૈન્ય કવાયત EX શક્તિ 2021 ની છઠ્ઠી આવૃત્તિ નવેમ્બર 2021 માં ફ્રાન્સના ડ્રેગ્યુગનનની લશ્કરી શાળામાં યોજાઈ હતી. કવાયતમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ ત્રણ અધિકારીઓ, ત્રણ જુનિયર કમિશન્ડ અધિકારીઓ અને ગોરખા રાઈફલ્સ અને સપોર્ટ આર્મ્સના 37 કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.