Gujarat : હવામાન હવે બદલાવાના મૂડમાં છે. થોડા સમય બાદ ચોમાસું શરૂ થઈ જશે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન કેન્દ્ર દ્વારા તારીખ 7 જૂનને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમજ રાજકોટમાં આજે પણ ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આવો જાણીએ ક્યા જિલ્લામાં કેટલું તાપમાન રહેશે.
જામનગરમાં રહેશે સૌથી ઓછું તાપમાન
અમરેલી જિલ્લામાં તારીખ 7 જૂન નાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ જિલ્લામાં તારીખ 7 જૂન નાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દ્વારકા જિલ્લામાં તારીખ 8 જૂન નાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
જામનગર જિલ્લામાં તારીખ 7 જૂન મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 7 જૂન મહત્તમ તાપમાન 40ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.