Jagan Mohan Reddy: આંધ્રપ્રદેશના ગુંટુરમાં નિર્માણાધીન YSRCP કોંગ્રેસ કાર્યાલયને તોડી પાડવામાં આવ્યું છે. તાડેપલ્લીમાં નવા વાયસીપી પાર્ટી કાર્યાલય પાસે નિર્માણાધીન બિલ્ડિંગમાં સવારે 530 વાગ્યે ડિમોલિશનનું કામ શરૂ થયું. આ પછી YSRCPએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર વેરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું છે કે હવે આ મામલે કાયદાકીય તપાસ કરવામાં આવશે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીની નિર્માણાધીન ઓફિસને આજે તોડી પાડવામાં આવી છે. આ ઓફિસ રાજ્યના ગુંટુર જિલ્લાના તાડેપલ્લી વિસ્તારમાં આવેલી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓફિસ કથિત રીતે ગેરકાયદેસર રીતે અધિગ્રહિત કરવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી રહી હતી.
YSRCPએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર આ મામલે બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ છતાં બાંધકામ હેઠળની ઓફિસ તોડી પાડવામાં આવી હતી અને આ કાર્યવાહીને કોર્ટની અવમાનના તરીકે ગણાવી હતી.
‘હાઈકોર્ટના આદેશનું અપમાન કર્યું’
YSRCPએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટે કોઈપણ પ્રકારની ઈમારત તોડી પાડવાની કામગીરી રોકવાનો આદેશ આપ્યો હતો અને YSRCPના વકીલ વતી સીઆરડીએ કમિશનરને આ આદેશની જાણ કરવામાં આવી હતી. છતાં ટીડીપી સરકારે આના પર બુલડોઝર ચાલુ કર્યું.
વહેલી સવારે બુલડોઝર ચાલુ થઈ ગયું
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાડેપલ્લીમાં નિર્માણાધીન YSRCP ઓફિસ બિલ્ડિંગને તોડી પાડી હતી. તાડેપલ્લીમાં નવા વાયસીપી પાર્ટી કાર્યાલય પાસે નિર્માણાધીન બિલ્ડિંગમાં સવારે 5:30 વાગ્યે ડિમોલિશનનું કામ શરૂ થયું.
YSRCP કાનૂની તપાસ માટે બોલી
YSRCP આ મામલે વધુમાં કહે છે કે, ઓફિસનું માળખું તોડી પાડવા પહેલાં સ્લેબ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. CRDA દ્વારા હાઈકોર્ટની સૂચનાઓના અનાદર પર હવે વધુ કાનૂની તપાસ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCP ગયા મહિના સુધી રાજ્યમાં સત્તા પર હતી.
જો કે, લોકસભા ચૂંટણીની સાથે જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર હાર બાદ પાર્ટીએ સત્તા ગુમાવી દીધી હતી. હવે તેલુગુ દેશમ પાર્ટી સત્તામાં આવી અને તેના નેતા ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.