
Manipur: સુરક્ષા દળોએ મણિપુરના પૂર્વ ઇમ્ફાલ અને બિષ્ણુપુર જિલ્લાના ભાગોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. તલાશી દરમિયાન 11 ગ્રેનેડ, છ આઈઈડી, પાંચ 303 રાઈફલ્સ, ત્રણ ડિટોનેટર, એક કાર્બાઈન, એક હેન્ડગન, વિવિધ પ્રકારના બોમ્બ, દારૂગોળો અને ચાર વોકી-ટોકી મળી આવી હતી.
રાજ્ય પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પહાડી અને ખીણ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.” તમને જણાવી દઈએ કે પૂર્વ ઈમ્ફાલ ખીણ ક્ષેત્રમાં છે, જ્યારે બિષ્ણુપુર જિલ્લો પર્વતોમાં આવેલો છે. પોલીસે જણાવ્યું હતું કે, બિષ્ણુપુર જિલ્લામાં હાઈ કેનાલ નજીક કીનુ મેનિંગમાં શોધ દરમિયાન એક SMG કાર્બાઈન, એક નવ એમએમ પિસ્તોલ, નવ ગ્રેનેડ, બે સ્મોગ બોમ્બ અને વિવિધ હથિયારો મળી આવ્યા હતા.
અન્ય એક ઓપરેશનમાં, પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં સર્ચ દરમિયાન પાંચ 303 રાઇફલ્સ, બે 12-બોર બંદૂકો, ત્રણ ભારે મોર્ટાર, એક નવ એમએમ પિસ્તોલ, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આસામ રાઈફલ્સે જણાવ્યું કે, બુધવારના રોજ સીઆરપીએફ અને મણિપુર પોલીસના સંકલનમાં અર્ધલશ્કરી દળોએ જિરીબામમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યારે બદમાશોએ એક ઘરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
મણિપુરમાં એક વર્ષથી હિંસા ચાલુ છે
તમને જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા ચાલી રહી છે. વાસ્તવમાં, મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગયા વર્ષે 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું તે પછી અથડામણો શરૂ થઈ હતી. ત્યારથી રાજ્યમાં ઓછામાં ઓછા 160 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
