Fashion Tips: ખૂબસુરત લુક અને સ્ટાઇલિશ દેખાવવા માટે તમારી પાસે કપડાની સાથે-સાથે ફૂટવેરનું કલેક્શન પણ સારું હોવુ ખૂબ જરૂરી છે. શૂઝ તમારા લુક્સને કમ્પ્લીટ કરી શકે છે. તમારા શૂ-રેકમાં કેટલી જોડી છે એ પણ મહત્વનું છે. આ જોડી તમારા લુકને મસ્ત કરવાનું કામ કરે છે. આ લુક્સ તમારા આત્મવિશ્વાસને વધારવાનું કામ કરે છે. પછી હિલ્સ હોય કે સ્નીકર્સ. તો આજે અમે તમને 2023ના ફેશનમાં એવા ફૂટવેર વિશે જણાવીશું જે તમને ફૂલ ઓફ કન્ફર્ટ આપે છે અને સાથે સ્ટાઇલીશ લુક પણ આપે છે.
બ્લોક હીલ્સ
આ વર્ષ બ્લોક હીલ્સની ફેશન ટોપ પર રહી છે. બ્લોક હીલ્સની ખાસિયત એ છે કે તમે લાંબા સમય સુધી કેરી કરી શકો છો. આ ખૂબ આરામદાયક હોય છે. આ વર્ષે રબર સેન્ડલ પણ ઘણી વાર ઇન રહ્યા જેમાં તમને પ્લેટફોર્મ તેમજ બ્લોક હીલ્સ મળે છે.
બૂટ્સ
અલગ-અલગ સ્ટાઇલમાં ની બૂટ્સ હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. એંકલથી લઇને ઘૂંટણ સુધી થાઇઝ ઉપર સુધીના આ શૂઝ ફેશનમાં છે. વિન્ટરમાં આ બૂટ્સ તમને સ્ટાઇલિશ લુક આપે છે. આ શૂઝ તમને ઠંડીથી બચાવવાનું કામ કરે છે. ડ્રેસ, જીન્સ અને સ્કર્ટ પર આ બુટ્સ ખૂબ સારા લાગે છે. આ વર્ષે શાઇની બુટ્સ ખૂબ ટ્રેન્ડમાં રહ્યા છે.
લોફર્સની ફેશન
શાનદાર લોફર્સ ઓલ સિઝનમાં હિટ રહે છે. આ વર્ષે લોફર્સનું પણ ખૂબ ચલણ છે. તમે જીન્સ અને ડ્રેસની સાથે લોફર્સ પહેરો છો તો મસ્ત સ્માર્ટી લુક મળે છે. લોફર્સની સાથે એંકલ લેંથ સોક્સનો ટ્રેન્ડ છે. તમારા શૂ-રેકમાં એક પેયર લોફર્સ જરૂર હોવા જોઇએ.
કિટન હિલ
હાઇ હિલ વગર સ્ટાઇલિશ દેખાવુ છે તો કિટન હિલનો ઓપ્શન બેસ્ટ છે. આ વર્ષે કિટન હિલ ખૂબ ટ્રેન્ડમાં છે. આ ફેશન હંમેશા ટ્રેન્ડમાં રહે છે. આ ફૂટવેરમાં પડવાનો ભય રહેતો નથી અને એકદમ કમ્ફોર્ટેબલ હોય છે.
ગ્લાસ હિલ્સ
આ વર્ષે ટ્રાન્સપરન્ટ ફૂટવેર અને હિલ્સની ફેશન ટ્રેન્ડમાં રહી છે. હાઇ હીલ્સમાં ટ્રાન્સપરન્ટ તમે લો છો અને પહેરો છો તો તમારો વટ પડી જાય છે.