
મેઘપર ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ચેકિંગ.લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયા. મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં પોતે ગરીબ દર્દીઓને તપાસીને તેને દવા આપી આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ચેકિંગ હાથ ધરી, વધુ એક બોગસ તબીબને ઝડપી લીધો છે. જે પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હોવા છતાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. જેની અટકાયત કરી લેવામાં આવી છે
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડી દ્વારા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહતોની વચ્ચે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઉપરોક્ત સ્થળે ઓરડી ભાડે રાખીને ગેરકાયદે દવાખાનું ચલાવતો મૂળ પશ્ચિમ બંગાળનો વતની મહંતા પશુપતિનાથ બીશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો.
જેના દવાખાનાની ચકાસણી કરતાં તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં પોતે ગરીબ દર્દીઓને તપાસીને તેને દવા આપી આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો.
આથી એસ.ઓ.જી. ની ટુકડીએ તેની અટકાય કરી લઈ પડાણા પોલીસ મથકમાં તેની સામે મેડિકલ પ્રેક્ટીશનર એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાનામાંથી જરૂરી દવાઓ સહિતનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.




