કર્ણાટક સરકારે ગુરુવારે કોવિડ કૌભાંડ સંબંધિત રિપોર્ટ પર પગલાં લેવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) અને સાત સભ્યોની કેબિનેટ પેટા સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જસ્ટિસ માઈકલ ડી’કુન્હા તપાસ પંચે કોવિડ રોગચાળા દરમિયાન જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે સાધનો અને દવાઓની ખરીદીમાં કથિત અનિયમિતતાઓની તપાસ કર્યા બાદ આ રિપોર્ટ આપ્યો છે. 31 ઓગસ્ટના રોજ સબમિટ કરવામાં આવેલા તેના ‘આંશિક’ અહેવાલમાં, કમિશને રૂ. 7,223.64 કરોડના ખર્ચની તપાસ કરી હતી, એમ કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચ.કે.
કૌભાંડમાં સામેલ લોકો વિશેની વિગતો આ અહેવાલમાં નથી
પંચે આ કેસમાં રૂ. 500 કરોડની વસૂલાતની ભલામણ કરી છે. આ કૌભાંડમાં સામેલ લોકો વિશેની વિગતો આ અહેવાલમાં નથી. આ વિગતો અંતિમ અહેવાલમાં હોઈ શકે છે.
રાજ્યના ચાર ઝોન અને 31 જિલ્લાના રિપોર્ટ મંગાવ્યા છે
કમિશને બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP)ના ચાર ઝોન અને રાજ્યના 31 જિલ્લાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેનો રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી. સંબંધિત વિભાગો તરફથી 55,000 ફાઈલોની ચકાસણી કર્યા બાદ આંશિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે.
તાત્કાલિક વસૂલાતની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ
મંત્રીએ કહ્યું કે રિપોર્ટના આધારે, સમીક્ષા અને દેખરેખ માટે SIT અને કેબિનેટ સબ-કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગેરરીતિમાં સામેલ કંપનીઓ કે સંસ્થાઓને તાત્કાલિક ધોરણે વસૂલાતની કાર્યવાહી શરૂ કરવાનો અને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – અવકાશમાં નવા કાર્યોની તૈયારી, કેન્દ્રએ 52 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની આપી મંજૂરી