ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ઝારખંડમાં 81 બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને બંને રાજ્યોમાં 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
કેવી છે ચૂંટણીની તૈયારીઓ?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે તાજેતરમાં અમે મહારાષ્ટ્ર અને ઝારખંડની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 36 જિલ્લામાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. જેમાંથી ST બેઠકો 25 અને SC બેઠકો 29 છે. મહારાષ્ટ્રમાં કુલ 9.63 કરોડ મતદારો છે. જેમાં મહિલા મતદારો 4.66 કરોડ અને પુરૂષ મતદારો 4.97 કરોડ છે. રાજ્યમાં કુલ 1 લાખ 186 મતદાન મથકો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા જ પોતાનો મત આપી શકશે.
ઝારખંડમાં કુલ 24 જિલ્લામાં 81 વિધાનસભા બેઠકો છે. જેમાં સામાન્ય માટે 44, અનુસૂચિત જાતિ માટે 09 અને અનુસૂચિત જનજાતિ માટે 28 બેઠકો રાખવામાં આવી છે. ઝારખંડમાં કુલ 2 કરોડ 60 લાખ મતદારો છે. જેમાં 1.29 કરોડ મહિલા મતદારો અને 1.31 કરોડ પુરૂષ મતદારોના નામ સામેલ છે. આ ચૂંટણીમાં 11.84 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે અને તેમની ઉંમર 18-19 વર્ષની વચ્ચે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ 29562 મતદાન મથકો બનાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી
એક તબક્કાની ચૂંટણી
મતદાન- 20 નવેમ્બર
બહુમતી- 145
સામાન્ય બેઠક – 234
SC-29
ST-25
પરિણામો- 23 નવેમ્બર
ઝારખંડ વિધાનસભા બેઠક
બે તબક્કાની ચૂંટણી
મતદાન- 13 નવેમ્બર, 20 નવેમ્બર
સામાન્ય બેઠક – 44
SC-09
ST-28
પરિણામો- 23 નવેમ્બર
બહુમતીનો આંકડો- 41
વાયનાડ અને નાંદેડ બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે ચૂંટણી પંચે દેશના વિવિધ રાજ્યોમાં 48 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. જેમાં 13 નવેમ્બરે 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાશે. આ સિવાય ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ, વાયનાડ (કેરળ) અને નાંદેડ (મહારાષ્ટ્ર) લોકસભા સીટ પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.
47 વિધાનસભા સીટો અને 2 લોકસભા સીટો પર પેટાચૂંટણી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ ચૂંટણી પંચે દેશના વિવિધ રાજ્યોમાં 48 વિધાનસભા સીટો અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. જેમાં 13 નવેમ્બરે 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાશે. આ સિવાય કેદારનાથ વિધાનસભા સીટ અને કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.
સરકારે મહિલાઓ માટે કરી મોટી જાહેરાત , દર મહિને 2500 રૂપિયા પ્રાપ્ત થશે